Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઓરીસ્સા રાજ્યમાંથી ગાંજો ઘૂસાડવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવતી સુરત એસ.ઓ.જી.

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ડ્રગ્સ મુકત સુરત અભિયાનમાં ટોપ ટુ બોટમ પોલીસ સ્ટાફ દિલથી આદુખાઇ પાછળ પડી જતા યુવતીઓની મદદથી કેફી પદાર્થ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ

રાજકોટ,તા.૨ : સુરતને ડ્રગ્સમુકત બનાવવા માટે આદુ ખાઈને પાછળ પડેલા પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા પોલીસ ઓફિસરો માટે એક વણ લખ્યો નિયમ બનાવ્યો છે અને તે નિયમનું પાલન સમગ્ર સુરત પોલીસના ટોપ ટુ બોટમ અફસરો પણ નવી પેઢી માટે દુષણરૂપ એવા ડ્રગ્સને સુરતમાં કોઈ પણ ભોગે ન પ્રવેશવા દેવા માટે જડબેસલાક સ્પીડ બ્રેકર લગાવેલ છે તેને વધુ એક વખત સફળતા સુરત એસ. ઓ.જી.ને મળેલ છે.

એસ. ઓ.જી પીઆઇ આર.એસ. સુવેરા તથા પીએસઆઈ વી.સી.જાડેજા ટીમના જલુંભાઇ મગનભાઈને ઓરિસા રાજયથી ટ્રેન મારફત ગાંજો ઘુસાડવા માટે આખો  કારસો ઘડાયાની મળેલ બાતમી આધારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો કામે લગાડાતા આખી હકીકત ખરી હોવાનું ફલિત થતાં ક્રાઇમબ્રાન્ચ એડી.સીપી શરદ સિંદ્યલ ,ડીસીપી રાહુલ પટેલ અને જબ્બર નેટવર્ક ધરાવતા ક્રાઇમબ્રાન્ચ એસીપી આર.આર. સરવૈયા સાથે ચર્ચા ગોઠવી આખી જાળ બિછાવી હતી જેને પોલીસ કમિશનર દ્વારા પણ બાતમી મેળવનાર એસ. ઓ.જી સ્ટાફને અભિનંદન આપી આગળ વધવા લીલી ઝંડી આપેલ.

આ દરમિયાન ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલ  ૪    આરોપીઓ (૧) હનુમાન એસ/ઓ ગોપીનાથ બહેરા (ઉવ.૫૨) રહે. બાલીગાઇ ગામ થાના સદર (પુરી) જી.પુરી (ઓડીશા) (૨) પ્રતિમા ડબલ્યુ/ઓ હનુમાન બહેરા (ઉવ.૪૭) રહે.એજન (૩) કલ્પના ડબલ્યુ/ઓ બુલ્લા જનાર્દન સ્વાંઇ (ઉવ.૩૯) રહે. એજન તથા ગાંજાનો જથ્થો લેવા માટે આવેલ. (૪) કાલીયા ઉર્ફે રામ એસ/ઓ ગોબિંદા પહાન (ઉવ.૨૪) રહે. ફલેટ નં.બી.૧૦૧ આઇ-માતા રેસિડન્સી પ્રભુદર્શન સોસા. વિપુલનગર સોસા.ની પાછળ લસકાણા સરથાણા સુરત મુળ વતન તાલપુરા ગામ થાના ખલીકોટ જી.ગંજામ (ઓડીશા) વાળાને ગાંજાનો જથ્થો વજન ૩૯.૩૯૦ કિલો રૂ. ૩,૯૯,૨૦૦ તથા રોકડા રૂ. ૧૭,૫૦૦ મોબાઇલ ફોન નંગ -૨ કિં. ૧૦,૫૦૦ મળી કુલ કિમત ૪,૨૭,૨૦૦ ની મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ઓડીશા રાજ્યમાંથી ગાંજાનો જથ્થો ઘુસાડવાના વધુ એક પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળેલ છે. ભૂતકાળમાં ઓડીશા રાજ્યથી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા ઘણા બધા કેસો કરાતા ડ્રગ્સ માફીયાઓ દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ સુરત શહેર પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓની અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી માહિતગાર રહી તેઓના દરેક પ્રયત્નોને નિષ્ફળ બનાવી આવી ડ્રગ્સની બદીને સુરત શહેરમાં ફેલાવતા ઇસમોને પકડી પાડવામાં આવે છે.

આમ, સુરત શહેરને ડ્રગ્સ મુકત બનાવવા માટે મે.પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ (NO DRUGS IN SURAT CITY) અભિયાનને આગળ ધપાવવામાં સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળેલ છે. સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટીબધ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે.

મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

(10:18 am IST)