Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ટોક્યો ઓલમ્પિકના ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા શનિવારે અમદાવાદ આવશે:પીએમ મોદીના મિશનનો કરશે પ્રારંભ

વિદ્યાર્થીઓને સંતુલિત આહાર, ફિટનેસ, રમત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે : સંસ્કાર ધામ સ્કૂલથી કરશે શરૂઆત

 

અમદાવાદ :  ટોક્યો ઓલમ્પિકના ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદની સંસ્કારધામ સ્કૂલની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી મોદીના મિશનની શરૂઆત કરશે. સંતુલિત ભોજન, ફિટનેસ અને રમતો પ્રત્યે જાગરૂકતા ફેલાવશે

પીએમ મોદીએ 16 ઓગસ્ટે પોતાના આવાસ પર ટોક્યો ઓલમ્પિયન સાથે મુલાકાત દરમિયાન ભારતીય ઓલમ્પિક અને પેરાઓલમ્પિકને અપીલ કરી હતી કે તેમાંથી પ્રત્યેક 2023માં સ્વંતંત્રતા દિવસ પહેલા 75 શાળાઓની મુલાકાત કરે અને કુપોષણ વિરૂદ્ધ જાગરૂકતા ફેલાવે અને શાળાઓના બાળકો સાથે રમે.

બુધવારે રમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું કે, ભાલા ફેંકના ખેલાડી ચોપરા પ્રધાનમંત્રીના મિશનની શરૂઆત કરશે. ઠાકુરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અમારા ઓલમ્પિયન અને પેરાઓલમ્પિયન આહ્વન કર્યું હતું કે તેઓ શાળાઓની મુલાકાત લે અને વિદ્યાર્થીઓને સંતુલિત આહાર, ફિટનેસ, રમત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરે. 4 ડિસેમ્બરે નીરજ ચોપરા અમદાવાદની સંસ્કારધામ શાળામાં આ મિશનની શરૂઆત કરશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને શિક્ષણ મંત્રાલય આને આગામી 2 વર્ષમાં 'ચેમ્પિયન્સ સાથે મુલાકાત' કાર્યક્રમના રૂપમાં ચલાવવા પર કામ કરી રહ્યું છે.

આ કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવનો ભાગ હશે જે દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન છે. ચોપરાએ ટોક્યોમાં ભાલા ફેંકમાં 87.58 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ જીત્યો હતો. તો અન્ય ભારતીય ખેલાડીઓએ દેશ માટે પદકો જીત્યા હતા.

અમદાવાદની સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી અગાઉ ઓલિમ્પિક ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે. હાલમાં યોજાયેલા ટોક્યો ઓલિમ્પિકમાં શૂટર ઈલાવેનિલ વાલાવારીને આ એકેડેમીમાંથી ટ્રેનિંગ લીધી હતી. જ્યારે પેરાલિમ્પિકમાં ભારત માટે અવની લેખરાએ શૂટિંગમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો જેના કોચ જીવનલાલ રાય સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીના રાઈફલ હેડ કોચ છે.

(12:27 am IST)