Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ધોલેરા સરના વિવિધ ગામોમાં રીન્યુ પાવર કંપનીના સહયોગથી જરૂરિયાત મંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના અલગ - અલગ ગામોમાં ધોલેરા સરમાં આવેલ રીન્યુ પાવર (ReNew Power) કંપનીના સહયોગથી શિયાળાની ૠતુમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી રક્ષણ માટે જરૂરીયાતમંદ લોકોને ગરમ ઉનના ધુસા (ધાબળા) નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ, ધોલેરા તાલુકા ભાજપ મંડલ કિસાન મોર્ચા ઉપપ્રમુખ  મનહરસિંહ ચુડાસમા,ધોલેરા તાલુકા ભાજપ મંડલ બક્ષીપંચ મોર્ચા પ્રમુખ  ઠાકરશીભાઈ ભરભિડીયા, રીન્યુ પાવર કંપની વતી કંપની એડમીન  એલ. જી. ડોડીયા,  પંકજ ધુલિયા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. (તસવીર : પરેશ હપાણી -  ધોલેરા)

(9:50 pm IST)