Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજપીપળાથી વડોદરા જતા આવતા મુસાફરોને મુશ્કેલી વધી : પોઇચા બ્રિજ બાદ હવે પલાસવાડા રેલવે ફાટક બંધ

(ભરત શાહ દ્વારા)- રાજપીપળાથી વડોદરા જતો શોર્ટકટ પોઇચાનો રસ્તો પોઇચા બ્રિજ બંધ થતાં ઘણા સમયથી બંધ હોય માત્ર ટુ અને ફોર વ્હીલ વાહનોની અવરજવર ચાલુ હતી પરંતુ હાલમાં વચ્ચે આવતી પલાસવાડા રેલવે ફાટક બંધ થતા હવે નાના વાહનોની અવર જવર પણ બંધ થતાં ભારદારી વાહનોની જેમ નાના વાહનોને પણ લાંબો ફેરાવો ફરવો પડશે.

  તંત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ પલાસવાડા રેલવે ફાટક તા.૦૧/૧૨/૨૦૨૦ સવારે ૯-૦૦ વાગ્યા થી તા.૦૩/૧૨/બ૨૦૨૦ સવારે ૯-૦૦ કલાક સુધી આગામી ત્રણ દિવસ માટે બંધ હોવાથી વડોદરાથી ડભોઇ,રાજપીપળા, કેવડીયાકોલોની તરફ જવા માટે વડોદરા -વાઘોડિયા - ઢોલાર થઈ ડભોઇ.તેમજ ડભોઇ થી વડોદરા જવા માટે ઢોલાર- -વાઘોડિયા થઈને વડોદરા જઈ શકાશે જ્યારે વડોદરાથી રાજપીપળા, કેવડિયા કોલોની ,ચાણોદ તરફ જવા માટે પોર- કાયાવરોહણ-ડભોઈ થઇને જઇ શકાશે. તેમજ રાજપીપળા કેવડિયા કોલોની ચાણોદ તરફથી વડોદરા જવા માટે ડભોઇ- કાયાવરોહણ પોર થઇને જઇ શકાશે આમ એક બાદ એક રસ્તા બંધ થતાં દરેક વાહન ચાલકો સહિત મુસાફરોની પણ મુશ્કેલી વધી છે.

(11:55 pm IST)