Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવકની હત્યા કરાઈ

સુરતમાં ત્રીજા દિવસે હત્યાનો સિલસિલો યથાવત : બે શખ્સો વચ્ચે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવક સાથે નાણાકીય લેતીદેતી મામલે ઝઘડો થયો

સુરત,તા. : સુરતમાં સતત ત્રીજા દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ભાગ આગળના કોફી રોડ ઉપરથી પસાર થતા બે શખ્સો વચ્ચે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવક સાથે નાણાકીય લેતીદેતી મામલે ઝઘડો થયો હતો તેને લઈને રસ્તા વચ્ચે સરાજાહેર મારામારીમાં યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ રૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના દિવસને દિવસે હત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સતત ત્રીજા દિવસે હત્યાની ઘટના નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને હત્યાની ઘટના બનવા પામી છે શહેરના ભાગળ વિસ્તારમાં, મહિધરપુરા મણિયારા શેરીના પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીર પ્રવિણચંદ્ર પેરિસ ઇવેન્ટ મેનેજમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે.

ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા સુધીર સાથે લગ્ન પ્રસંગે મંડપમાં સુશોભન માટેના દીવા પ્રગટાવવાની લોખંડની એંગલ બનાવવા માટે નાનપુરા કાદરશાની નાળમાં નવા મોહલ્લામાં રહેતા અઝીમ અબ્દુલ રફીક શેખને આપતા હતા બંને વચ્ચે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ધંધાકીય સંબંધો હતા. જેમાં અઝીમ અને સુધીર વચ્ચે ધંધા પેટેની ચારથી પાંચ હજારની રકમ બાબતે રકઝક ચાલી રહી હતી જેમાં ગત સાંજે પેરિસને ભાગળ ચાર રસ્તા પાસેના કોટ સફીલ રોડ પર એર ઇન્ડિયા બિલ્ડીંગ પાસે નાણાકીય ઉઘરાણી અંગે અઝીમ શેખે એસી અને ફ્રીજ રિપેર કરતા પોતાના મિત્ર નાસીર અદમમીયાની સાથે બોલાવ્યો હતો. સમયે અઝીમ અને નાસીર સાથે મળીને સુધીરને માર માર્યો હતો. સરાજાહેર મારામારી થતાં સુધીર રસ્તા વચ્ચે પડી ગયો હતો.

જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું  બનાવની જાણ મહિધરપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ રૂ કરી હતી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં અઝીમ અને નાસિરની ધરપકડ કરી હતી. મૃતકના પુત્ર દેવની પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે દિવસમાં શેરમા વધુ બે હત્યાની ઘટના બનવા પામી હતી જોકે ફરી એકવાર અત્યારે ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. સુરતમાં છેલ્લા દિવસથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, અગાઉ ઓરિસ્સાના યુવક અને અન્ય એક યુવકની હત્યા બાદ ત્રીજા દિવસે હત્યાની ત્રીજી ઘટના સામે આવી છે. મામલે પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.

(7:26 pm IST)
  • ' સુબહકા ભુલા હુવા શામકો વાપસ આયે તો ભૂલા નહીં કહલાતા ' : પશ્ચિમ બંગાળના તૃણમૂલ પાર્ટીના મિનિસ્ટર શુભેન્દુ અધિકારીના મનામણાં : મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું : ભાજપમાં જોડાઈ જવાની શક્યતા હતી : પાર્ટીના વરિષ્ટ આગેવાન અભિષેક બેનરજી તથા ચૂંટણી ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે તમામ મુદ્દે સમાધાન કરાવી દેવાની ખાતરી આપી access_time 12:11 pm IST

  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરો : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ : એક કરોડ જેટલા ટ્રક ડ્રાયવરોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટની ઘોષણાં : આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જશે access_time 5:52 pm IST

  • મધ્ય પ્રદેશમાં વારંવાર બીમારી સબબ રજા ઉપર ઉતરી જતા સરકારી કર્મચારીઓને ઘરભેગા કરી દેવાશે : કોન્ફિડેન્શિઅલ રિપોર્ટ તથા કામગીરી ,વર્તન , બીમારી , સહિતના મંગાવાઈ રહેલા ડેટા : શિવરાજ સરકાર આકરા પાણીએ : અંદરખાને સરકારી તિજોરી ઉપર વધી રહેલા બોજનું કારણ હોવાની ચર્ચા access_time 6:03 pm IST