Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે : કોરોનામાં મૃત્યુદર ઘટ્યો : રિક્વરી રેટ વધ્યો:ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

કેન્દ્રની ગાઇડ લાઇનના અમલ સાથે લગ્ન પ્રસંગોથી લઇને તમામ ફંકશનમાં સંખ્યા ફીક્સ કરાઈ છે

ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકે તે માટે લાગલગાટ સીએમ સહિત અધિકારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેના પરિણામે 1.9 ટકા કોરોના મૃત્યુ દર આવ્યો છે. 91.6 ટકા રિકવરી રેટ આવ્યો છે. ડેઝીગ્નેટેડ હોસ્પિટલો જિલ્લાઓમાં વધારી છે. જરુર પડયે દિવાળી બાદ કર્ફ્યૂં પણ લગાવ્યો છે. દૈનિક ટેસ્ટની સંખ્યા વધારાઇ છે અને દર પણ ઘટાડ્યા છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે.
  પ્રદીપસિંહે કહ્યું હતું કે કેન્દ્રની ગાઇડ લાઇનના અમલ સાથે લગ્ન પ્રસંગોથી લઇને તમામ ફંકશનમાં સંખ્યા ફીક્સ કરવામા આવી છે. મરણ પ્રસંગમાં પણ 50ની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. કોઇપણ બંધ સ્થળે હોલની ક્ષમતાના 50 ટકા પરંતુ 200 વ્યક્તિથી વધારે નહીં એના આધારે કાર્યક્રમની છૂટ આપવામા આવી છે. ખુલ્લામાં કાર્યક્રમ હોય તો પણ મંચ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટેની સૂચના આપવામાં આવી છે.

(7:24 pm IST)