Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વિરમગામના સરકારી દવાખાનામાં ૯૩ વર્ષના દર્દીનું હિપ રિપ્લેસમેન્ટ કરાયું

અમદાવાદથી સ્પેશ્યલ ડોક્ટરની ટીમ તથા વિરમગામ સરકારી હોસ્પીટલના સ્ટાફની મદદ થી હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ૯૩ વર્ષની ઉંમરના ઝાલા ચંદુભા દિપસીંહ (ગામ પનાર) ને ચાલવા ની તકલીફ હતી. આ ઉમરે જાતે પોતાનું કોઈ કાર્ય કરી શકે તેવા નહોતા તેમણે બધે દવા લીધી પરંતુ તેમને ફક્ત મળી નીરાશા એજ દુઃખ એ જ દર્દ કટારી ને છેલ્લે સરકારી હોસ્પીટલ માં આવ્યા હતા. જ્યાં તેમને પોતાના અંગત નો પ્રેમ મળ્યો હુંફ મળી અને સહુથી વધુ તો સ્ટાફ તરફથી હિંમત મળી ઓપીડી કેશ કઢાવી ઓર્થો સર્જન  ડો.કંદર્પભાઈ ત્રીવેદી ને મળ્યા. ડોક્ટર  તકલીફ જોઈને  ગળગળા થઈ ગયા અને એમણે બીડુ ઝડપ્યું. બસ મારે આ દર્દી નું દુ:ખ અને દર્દ દુર કરવું છે બસ એ જ પ્રેરણા સાથે આજે ડોક્ટર  દ્વારા અમદાવાદથી સ્પેશ્યલ ડો ની ટીમ તથા વિરમગામ સરકારી હોસ્પીટલના સ્ટાફ ની મદદ થી હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન સફળ કરેલ છે. કેટલાક લોકો સરકારી હોસ્પીટલ ને વારે તહેવારે બદનામ કરે છે તેમાં દાખલો બેસાડી ને ચંદુભા ને હસતા કર્યા છે.  આના માટે સહુથી વધુ મહેનત જો કરી હોય તો તે છે. ડો. કંદર્પ ત્રીવેદી (એમ.એસ ઓર્થો સર્જન), ડો. સંદિપ સૈજા (એમ. એસ ઓથો),  ડો.ધ્રુવભાઈ શાહ (એનેસ્થેટીક ), વિરેન્દ્રભાઈ પરમાર (ઓ.ટી આસીસ્ટન્ટ ), મમતાબેન પંચાલ (ઓટી આસીસ્ટન્ટ ),  અસારી માર્ડોના (ઓટી આસીસ્ટન્ટ ), હમીરભાઈ સોલંકી તેમ અખબારી યાદીમા જણાવ્યું હતું.

(6:32 pm IST)