Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

તાપીમાં બીજી ઘટના: તંત્ર ફરી ઉંઘતુ ઝડપાયુ : લગ્નમાં હજારો લોકો ઉમટ્યા: તપાસના આદેશ

વ્યારાના કપુરા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ : બાલિબેન ગામીત અને કાર્યક્રમમાં સંકળાયેલા લોકો વિરૂદ્ધ ગુનો

તાપી : ભાજપના પૂર્વ નેતા કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ગરબાનો વીડિયો વાયરલ થયા બાદ હવે વ્યારાના કપુરામાં લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લગ્ન પ્રસંગે સરકારની ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો છે. વ્યારા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વ્યારાના કપુરા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં કોરોના મહામારી વચ્ચે અનેક લોકો નાચતા જોવા મળી રહ્યા છે. કોરોનાની સરકારી ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું સામે આવ્યા બાદ તંત્ર ફરી એક વખત ઉંઘતુ ઝડપાયુ હતું. કપુરા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થયા બાદ વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કપુરાના આંબા ફળિયાના બાલિબેન ગામીત અને કાર્યક્રમમાં સંકળાયેલા લોકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતના પૌત્રીની સગાઈમાં એકત્ર થયેલી ભીડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શુ આવી ઘટના માટે જિલ્લા પોલીસ વિભાગના કોન્સ્ટેબલથી લઈને પોલીસ સુપરિટેનડેન્ટ કક્ષાના અધિકારીઓ જવાબદાર નથી. જે બાદ કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે નિવેદન આપ્યુ હતું

 . સરકારી વકીલે જણાવ્યુ કે પોલીસ દ્વારા કોઇ પરમિશન આપવામાં આવી નહતી. તાપીના સ્થાનિક પોલીસ અધિકારીને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના નેતા કાંતિ ખરાડી સામે 308 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:37 pm IST)