Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

નડિયાદમાં પોલીસ ફરિયાદની રીસ રાખી યુવક પર માથાભારે શખ્સોનો હુમલો

નડિયાદ:-મંજીપુરા રોડ પર ઓલ રાધે હોમ્સમાં રહેતાં વિજયભાઈ પ્રકાશભાઈ મોટવાણી કાપડનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારના રોજ મોડી સાંજના સમયે તેઓ જમી પરવારી તેમના મિત્રો સાથે મંજીપુરા ગામની સીમમાં આવેલ એક પાનના ગલ્લે ગયાં હતાં. તે વખતે મંજીપુરા રોડ પર આવેલ નારાયણનગરમાં રહેતાં જયકિશન લાલજાણી ઉર્ફે કાઉ તેના બે મિત્રોને લઈ ત્યાં આવી ચડ્યો હતો. અને જો તમારે મંજીપુરા રોડ તેમજ જવાહરનગર વિસ્તારમાં હરવું-ફરવું હોય તો સલામતી માટેના રૂ.૫૦૦૦ મને આપવા પડશે તેમ કહી વિજયભાઈ પાસે તકરાર કરવા લાગ્યો હતો. જો કે વિજયભાઈએ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં ઉશ્કેરાયેલા જયકિશને ઝપાઝપી કરી વિજયભાઈના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૩૫૦૦ કાઢી લીધાં હતાં. જે તે વખતે વિજયભાઈના અને તેમના મિત્રોએ નડિયાદ રૂરલ પોલીસ મથકમાં જઈ જયકિશન વિરૂધ્ધ લેખિતમાં અરજી આપી હતી.

        વિજયભાઈ અને તેમના મિત્રો નડિયાદ રૂરલ પોલીસ મથકમાં અરજી આપ્યાં બાદ રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં મંજીપુરા રોડ પર આવેલ પ્રગતિ સ્કુલ નજીક ઉભા હતાં. તે વખતે રોહિત નરેશભાઈ પારવાણી (રહે.રાધે બંગ્લોઝ, મંજીપુરા રોડ, નડિયાદ), કુમાર ધરમદાસ મનસુખાણી (રહે.બંગલો એરિયા, જવાહરનગર, નડિયાદ), જયકિશન લાલવાણી ઉર્ફે કાઉ (રહે.નારાયણનગર, મંજીપુરા રોડ, નડિયાદ) અને પિંકુ ઉર્ફે આશરો (રહે.નારાયણનગર, મંજીપુરા રોડ, નડિયાદ) હાથમાં ડંડા તેમજ લોખંડની પાઈપો લઈ ત્યાં આવી ચડ્યાં હતાં. અને અમારા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ કેમ કરી કહી જયકિશને પોતાના હાથમાંની લોખંડની પાઈપ વિજયભાઈના કપાળના ભાગે મારી દીધી હતી. તદુપરાંત રોહિતકુમાર અને પિંકુએ ભેગા મળી વિજયભાઈ ઉપર ડંડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. અને અમો અજયભાઈ ટહેલીયાણી તેમજ ગીરીશ દાદલાણીના માણસો છીએ, જો અમારી સાથે માથાકુટ કરશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી ચારેય જણાં ત્યાંથી ભાગી ગયાં હતાં.

(5:13 pm IST)
  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં રામબાગ પેલેસના અધિપતિ અને દૌસાના પૂર્વ સાંસદ મહારાજ પૃથ્વીરાજનું બુધવારે મોડી સાંજે કોરોનાને કારણે અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજસ્થાનમાં પર્યટનના વિકાસ માટે તેમનું મોટું યોગદાન હતું. access_time 12:23 am IST

  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરો : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ : એક કરોડ જેટલા ટ્રક ડ્રાયવરોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટની ઘોષણાં : આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જશે access_time 5:52 pm IST

  • મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવો : ધ્વનિ પ્રદુષણ તથા પર્યાવરણ સબંધિત મુદ્દો : શિવસેનાના મુખપત્ર' સામના ' માં કેન્દ્ર સરકારને કરાયેલી અપીલ access_time 5:43 pm IST