Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સુરતના પાલનપુર પાટિયા નજીક શાકમાર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ મનપાના કર્મીઓ પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં ગત સાંજે દબાણ દુર કરવા જનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર ઝોનના દબાણ ખાતાના સ્ટાફ પર હુમલો કરનાર ટેમ્પો ચાલક સહિત બો વિરૂધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર ઝોનના દબાણ ખાતાના કૃતિઓ જીવણભાઇ રોલર, મયંક વેવલાઈ, કાર્તિક પટેલ સહિતનો સ્ટાફ ગત સાંજે 7 વાગ્યે રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં દબાણ દુર કરવા ગયા હતા. દબાણ દુર કરવાની કામગીરી અંતર્ગત શાકભાજી માર્કેટમાં જયાં લારી મુકવાની જગ્યા છે ત્યાં ટેમ્પો નં. જીજે- 5 બીવી- 2605 પાર્ક હોવાથી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ ખાતાનો કર્મચારી કૃતિક રેવર ટેમ્પો ચાલકની બાજુમાં બેસી પાલ દબાણ ડેપો પર લઇ જતો હતો ત્યારે ચાલકે ચાલુ ટેમ્પોમાં ગાળા ગાળી કરવા ઉપરાંત ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત લાત મારી ટેમ્પોમાંથી નીચે ફેંકી દીધો હતો. 

(5:12 pm IST)