Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વડોદરા: ટ્રેનમાં મુંબઈ જતી મહિલાની ઉંઘનો લાભ લઇ ગઠિયાએ સોના-ચાંદીના દાગીના સહીત 11 લાખ ભરેલ બેગ તફડાવતાં પોલીસ ફરિયાદ

વડોદરા:આબુરોડ રેલવે સ્ટેશનથી મુંબઈ જવા સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી નિંદ્રાધીન મહિલાનું સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. 1.11 લાખની મત્તા ભરેલા લેડીઝ પર્સની ચોરી કરી અજાણ્યો ગઠિયો નાસી છૂટયા હોવાનો બનાવ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાયો છે.

તારીખ 24મી ઓક્ટોબરના રોજ મુંબઈના રહેવાસી ઉષાબેન દવે આબુરોડ રેલવે સ્ટેશનથી મુંબઈ જવા સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર- એસ 5 સીટ નંબર - 17  પર મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે તેઓ પોતાનું લેડીસ પર્સ સીટની બાજુમાં રાખી સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે ઉઠતા વડોદરા રેલ્વે સ્ટેશન નજીક તેઓને પર્સની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. 

(5:10 pm IST)