Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વડોદરાના નવાપુરા વિસ્તારનો અનોખો કિસ્સો: પાલતુ શ્વાન દોડાવી બાળકોમાં ભય પેદા કરાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા કેદાર ભાઈ નામના વ્યક્તિએ તેમના ઘરની આજુબાજુ માં રમતા બાળકોને રમવાનું ના પાડી અવાર નવાર તેમનો પાળેલું કુતરો બાળકો ની પાછળ દોડતા હતા જેથી બાળકોમાં ગભરાટ ફેલાયો છે પાલતુ કુતરા ને બાળકો પાછળ દોડાવવાનો અજીબ કિસ્સો બન્યો છે તે સામે આજે નવાપુરા વિસ્તારના બાળકો અને મહિલાઓ મોરચો લઈ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને રજુઆત કરી હતી કે કેદાર ભાઈ નામના વ્યક્તિ તેમનો પાલતુ કૂતરો છુટ્ટો છોડી ગઈ બાળકો રમતા હોય છે તેની પાછળ દોડાવે છે અને આવા કિસ્સો અવારનવાર બન્યા છે જેથી બાળકો પોળમાં રમતા ગભરાઇ રહ્યા છે જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. આ અંગે નવાપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ને કુતરા ના માલિક કેદાર ભાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 pm IST)
  • રાજકોટની કોવિડ હોસ્પી.માં આગના બનાવમાં તમામ પ આરોપીના જામીન હવે મંજુર થયા છે access_time 5:59 pm IST

  • ગીર સોમનાથના તાલાલામાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : તાલાલાથી ૧૩ કિ.મી. દૂર ભૂકંપનો આંચકો access_time 1:09 pm IST

  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં રામબાગ પેલેસના અધિપતિ અને દૌસાના પૂર્વ સાંસદ મહારાજ પૃથ્વીરાજનું બુધવારે મોડી સાંજે કોરોનાને કારણે અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજસ્થાનમાં પર્યટનના વિકાસ માટે તેમનું મોટું યોગદાન હતું. access_time 12:23 am IST