Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમદાવાદમાં કોરોના મહામારી કાળમાં પોલીસે 2.78 લાખ નાગરિકો પાસેથી 14.89 કરોડનો દંડ વસુલ્યો

અમદાવાદ: શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, તેમાંયે ખાસ કરીને દિવાળીના તહેવારો બાદ તો કોરોનાનો વિસ્ફોટ થયો છે. સિવિલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં બેડ તથા આઇસીસીયુ પણ હાઉસફૂલ થઇ ગયા છે. આમ છતાં પણ અમદાવાદીઓ કોઇ સીખ લેતા નથી અને હજુ પણ નાગરિકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે. એટલું જ નહી, માસ્ક સુધ્ધા પણ  પહેરતા નથી, પોલીસે માસ્ક નહી પહેરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.અત્યાર સુધીમાં માસ્ક ન પહેરવા બદલ ૨.૭૮ લાખ નાગિરકો પાસેથી રૃા.૧૪.૮૯ કરોડ જેટલી માતબરની રકમનો દંડ વસૂલ્યો છે.

અમદાવાદમાં આઠ  મહિનાથી કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોના સંક્રમણ અટકાવવા માટે  સકરારે લોક ડાઉન જાહેર કરવાની ફરજ પડી હતી જે તે સમયે લોકો ઘરમાં પૂરાઇ રહેતા હતા ત્યારબાદ કોરોનાને હળવાશથી લેવાનું શરૃ કરી દીધું હતું. તેમાંયે ખાસ કરીને દિવાળીના તહેવારો લોકો બે ફિકર થઇને ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડયા હતા, જેથી ભારે ભીડના કારણે અમદાવાદમાં કોરોનાના બેકાબુ બનતાં દિન પ્રતિદિન કોરાનાના કેસમાં નોેધપાત્ર  વધારો થવા લાગ્યો  છે. તેમ છતાં  લોકો બહાર કહેલવા નીકળી રહ્યા છે, જેથી  સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે કરફયૂં લાદવાનો નિર્ણય કર્યો છે  છતાં  પણ  આજની તારીખે અમદાવાદીઓ બહાના બતાવીને લટાર મારવા નીકળે છે.

(5:10 pm IST)