Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈએ વિદ્યાર્થી પરિષદ સહિતની સંસ્થાઓ હંમેશ સક્રિય રહેલા, યુગાન્ડા સરકારે પણ શિષ્યવૃત્તિ એનાયત કરેલી

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૨ : રાજય સભાના સાંસદ  અને ગુજરાતના પ્રખર  ધારાશાસ્ત્રી  અભયભાઈ કોરોના સામે જંગ હારી ગયા..

આ વેળાએ અભય ભાઈની જીવન ઝરમર જોઈએ તો...૨જી એપ્રિલ ૧૯૫૪ના રોજ ઇસ્ટ આફ્રિકા ના યુગાન્ડા  ના જિઝા  શહેરમાં અભય ભાઈનો જન્મ

બાળપણથી જ તેજસ્વી એવા અભયભાઈને યુગાન્ડા સરકાર એ ખાસ તેજસ્વી વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિ એનાયત કરી..

જોકે કર્મોના બંધન અભયભાઈને ભારત ખેંચી લાવ્યામ .. અહીં એસ.એસ.સી. પૂર્ણ કાર્ય બાદ મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાળામાં અભ્યાસ કર્યો એટલું જ નહિ આઈ.ટી.આઈમાં એન્જિનિરીંગ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરી પરંતુ જાણે રાજકોટ ની ધરતી તેમને સાદ પાડતી  હોઈ તેમ સંજોગો અનુસાર રાજકોટ  આવી ગયા અને અહીંની ધર્મેન્દ્ર સિંહજી કોલેજ માં આર્ટ્સ વિભાગમાં અંગ્રેજી ફિલોસોફી સાથે સ્નાતક થયા

પુત્ર ના લક્ષણ પારણાંમાં અભયભાઈ માત્ર ૧૭ વર્ષની કિશોર વયે જન સત્તામાં જોડાયા અને જનકાર્યો ના સથવારે આગળ વધવા લાગ્યા. ૧૯૭૭ માં  શાશન આવ્યું અને માત્ર ૨૩ વર્ષ ની વયે તેઓ રાજકોટ શહેર જિલ્લા જનતા  પક્ષ ના મંત્રી બન્યા આગળ વધીને તેઓ ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા એટલુંજ નહિ તેઓએ અખિલ ભારતીય કારોબારીમાં મહત્વનું સ્થાન મેળવ્યું

 બાળપણ થી જ સંઘના સ્વયં સેવક રહ્યા હતા તેમજ રાષ્ટ્રવાદ ના પ્રખર હિમાયતી રહ્યામ.કોલેજ કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહીતની સંસ્થાઓમાં સક્રિય રહી ચાહના મેળવતા રહ્યા...જનસંઘ ત્યારબાદ જનતા   પાર્ટી અને હાલ ભારતીય જનતા પાર્ટી  એમ એમની સફળ આગળ ધપતી જ ગઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ એ પણ તેમની કાર્યની નોંધ લઇ હાલમાં જ તેમને રાજયસભાના સભ્ય બનાવ્યા પરંતુ ગણતરીના દિવસોમાં જ કોરોનાની બીમારીએ એમને ભરડામાં લીધા હતા પ્રારંભમાં રાજકોટ સારવાર કરાવ્યા બાદ અમદાવાદ અને ત્યાર બાદ ચેન્નાઇ સારવાર માટે ખસેડેલ હતા, પરંતુ અભય ભાઈ કોરોના સામેનો આ જંગ હારી જતા માત્ર સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાતની જનતાને પણ અભયભાઈની ખોટ સદાય સાલસે.

(2:51 pm IST)