Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ગુજરાતીઓની પહેલી પસંદ બન્યું કપાસિયા તેલ: વપરાશમાં 75 ટકાનો ઉછાળો : સિંગતેલનો માત્ર ૭ થી ૮ ટકા જ હિસ્સો

ખાદ્યતેલના ઉત્પાદનમાં વૃધ્ધિ પરંતુ નિકાસ વેપારથી ભાવ ગત વર્ષ કરતાં સરેરાશ ૩૦ ટકા ઉંચા

અમદાવાદ: ગુજરાત રાજ્ય વિવિધ ખાદ્ય તેલનું ઉત્પાદન થતું હોવા છતાંય રાજ્યમાં કપાસિયા તેલનો વપરાશ ૭૫ ટકાથી વધુ છે. જ્યારે સિંગતેલનો માત્ર ૭ થી ૮ ટકા જ વપરાશ થાય છે. ઉત્પાદનની સાથોસાથ છે.

દિવેલ તથા સિંગતેલની નિકાસમાં ગુજરાત મોખરે છે. જો કે ખાદ્યતેલના ઉત્પાદનમાં વૃધ્ધિ પરંતુ નિકાસ વેપારથી ભાવ ગત વર્ષ કરતાં સરેરાશ ૩૦ ટકા ઉંચા રહ્યા છે. ખાદ્યતેલનો સતત વધી રહેલા ઉત્પાદન સામે નિકાસમાં પણ માર્કેટ લિડર તરીકે ગુજરાત ઉભરી રહ્યું છે.

રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સતત વધી રહ્યું છે પરંતુ ચીનમાં નિકાસ સતત વધી રહી છે જેના કારણે ભાવ સરેરાશ રેકોર્ડ સપાટી પર છે. ખાદ્ય તેલનો વપરાશ ગ્રાહકોએ હવામાન આધારિત કરવો જોઈએ. ખાદ્ય તેલોના વપરાશમાં દેશમાં સિંગતેલનો હિસ્સો માત્ર ત્રણ ટકા છે જ્યારે ગુજરાતમાં ૭-૮ ટકા છે જ્યારે રાજ્યમાં કપાસિયા તેલનો વપરાશ ૭૫ ટકાથી વધુનો રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ભાવમાં સતત મોટી વધઘટની અસર સ્થાનિક બજારો પર રહી છે. અગાઉના સમયમાં સાઈડ તેલો કરતા સિંગતેલની કિંમત બમણી હતી જે ભાવ ફરક ઘટયો છે. સિંગતેલનો વપરાશ અપર મિડલ ક્લાસ માટે સિમિત રહ્યો છે કેમકે સિંગતેલનો ડબ્બાનો ભાવ રૂા. ૨૪૦૦ આસપાસ છે તેની સામે સાઈડ તેલોની કિંમત ડબ્બા દીઠ ૬૦૦-૮૦૦ નીચી રહે છે.

સિંગતેલ, કપાસિયા તેલ બાદ રાઈસબ્રાન ઓઈલનું ચલણ વધી રહ્યું છે. વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારત ટોચના સ્થાને રહ્યું છે તેમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. એરંડાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૭૫ ટકાથી વધુ છે પરંતુ પ્રોસેસિંગમાં એટલે કે દિવેલમાં તે ૯૫ ટકા આસપાસ છે.

(12:18 pm IST)