Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટલમાં મળશે એશિયાભરના ફુડઃ ગુજરાતની સૌથી મોટી ૫-સ્ટાર હોટલ બની

હોટેલની ડિઝાઇન શહેરનાં હાર્દની ઝાંખી કરાવે છે, જેની પ્રેરણા સ્થાનિક ડિઝાઇનમાંથી મળી છે અને એના ઇન્ટેરિઅર્સમાં સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે

અમદાવાદ,તા.૨:  ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)ની આઇકોનિક બ્રાન્ડ તાજે આજે ગુજરાતના અમદાવાદમાં એક એવી હોટલ બનાવી છે જે ગુજરાતની સૌથી મોટી ફાઈવસ્ટાર હોટલ છે. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી આ હોટલ ૧૮ માળની છે જેને તાજ સ્કાયલાઇન નામ આપવામાં આવ્યું છે. આ હોટલમાં કુલ ૩૧૫ જેટલાં રુમ્સ છે.IHCLના મેનેજિંગ ડાયરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર પુનીત ચટવાલે કહ્યું હતું કે, અમદાવાદ ભારતનું અતિ મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે

 આ દેશભરમાં તમામ મહત્ત્વપૂર્ણ વાણિજિયક કેન્દ્રોમાં કામગીરીના અમારાં ઉદ્દેશને વધારે મજબૂત કરશે. એરપોર્ટ, મહત્ત્વપૂર્ણ વાણિજિયક કેન્દ્રો અને રાજયની રાજધાની ગાંધીનગરથી સુવિધાજનક ડ્રાઇવિંગ અંતરે આ અત્યાધુનિક લકઝરી હોટેલ છે, જે શહેરનો સુંદર, પેનોરેમિક વ્યૂ પૂરો પાડે છે. હોટેલની ડિઝાઇન શહેરનાં હાર્દની ઝાંખી કરાવે છે, જેની પ્રેરણા સ્થાનિક ડિઝાઇનમાંથી મળી છે અને એના ઇન્ટેરિઅર્સમાં સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

 દુબઈ અને મુંબઈ બાદ અમદાવાદમાં પણ શામિયાના - તાજ સ્કાયલાઇનએ અમદાવાદને લોકપ્રિય ઓલ-ડે ડિનર શમિયાના પણ તાજ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવ્યું છે જેમાં એશિયાભરનું ફુડ બને છે. મુંબઈ અને દુબઈ બાદ અમદાવાદમાં આ હોટલ એવી પહેલી છે, જેમાં એશિયાભરનું ફુડ મળતું હોય. આ સાથે અહીં એમ્પેરર્સ લોંજમાં સ્વાદિષ્ટ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વ્યંજનોની મજા માણી શકે છે. તાજ સ્કાયલાઇન એની આકર્ષક ડિઝાઇન ધરાવતી બેન્કવેટ અને કોન્ફરન્સ સ્પેસ સાથે સ્વતંત્ર અને બ્રેકઅવે રૂમની સુવિધા પણ ધરાવે છે, જે વિવિધ પ્રકારની ઇવેન્ટ અને લગ્ન યોજવા માટે પરફેકટ છે

 તાજ સ્કાયલાઇનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે, 'તાજ સ્કાયલાઇન બિઝનેસ અને લેઇઝર વચ્ચે સંતુલન ઇચ્છતાં પ્રવાસીઓ માટે આદર્શ વેન્યુ છે. અમે અમદાવાદમાં આ નવી લકઝરી હોટેલમાં મહેમાનોને આવકારવા આતુર છીએ. શહેરની સફરથી લઈને અમારા રેસ્ટોરામાં અધિકૃત વાનગીઓ સાથે મહેમાનો કેન્ડલલાઇટ અનુભવો મેળવી શકે છે, જે અમદાવાદની જીવંતતાને પ્રતિબિંબિત કરે છે. આ સિવાય હોટલનાં ઈન્ટીરિયરમાં અમદાવાદ શહેરનાં હેરિટેજ લુકને પણ દર્શાવવામાં આવ્યો છે.

(9:33 am IST)