Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

જીટીયુ બાદ 8મી ડિસેમ્બરથી ગુજરાત યુનિ.ની યોજાનાર તમામ ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ

કોરોનાની વર્તમાન પરિસ્થિતીને પગલે નિર્ણય લેવાયો : પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

અમદાવાદ : GTU બાદ 8મી ડિસેમ્બરથી યોજવનાર તમામ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દે નિણર્ય લેવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીએ 8મી ડિસેમ્બરથી ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી

   ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંગળવારે મોડી સાંજે જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 8મી ડિસેમ્બર થી 17મી ડિસેમ્બર સુધીમા યોજવનાર પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ સહિત સેમિસ્ટર 3 અને 5ની ઓફલાઈન પરીક્ષા યોજવા મુદ્દે વિધાર્થીઓ તરફે સોશ્યલ મીડીયમ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.y

યુનિવર્સીટીએ પરિસરમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદયો છે. આ તમામ નિયમો આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે

(11:44 pm IST)