Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજપીપળા ખાતે ઈન્ડીયન રેડકોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો

નર્મદામાં એકમાત્ર HIV તરીકે જાહેર થયેલા વ્યક્તિ સહિત આ ક્ષેત્રમાં યોગદાન આપનારાઓનું સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૧ લી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં એઇડ્સ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજપીપળા ખાતે આ દિવસે ઈન્ડીયન રેડકોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના ચેરમેન એન. બી. મહીડા,બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન,ડો.જીગીષાબેન ભોયા,વિજ્ઞાન લેખક દિપકભાઇ જગતાપ, આઈસિટીસી રાજપીપળાના કાઉન્સિલર સંદીપ ભાઈ પટેલ,આઇસીટીસી ડેડીયાપાડાના નિલેશભાઈ ગામીત વિહાણ પ્રોજેકટના ORW ગીતા બેન પટેલ સહિત રેડક્રોસ ટિમ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
  આ કાર્યક્રમ માં દરેક મહનુભવો એ એચઆઇવી બાબતે પોતપોતાના મંતવ્યો રજુ કર્યા હતા.જ્યારે આ ક્ષેત્રમાં યોગદાન આપનારાઓનું પ્રમાણપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું જેમાં એચઆઈ વી એઈડ્સ પીડિતો અને સમલિંગો માટે દેશ અને વિશ્વમાં સારી કામગીરી કરનારા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ઉપરાંત નર્મદા જિલ્લામાં પ્રથમ એચઆઈવી તરીકે જાહેર થનાર ભરત ભાઈ શાહ તેમજ એઈડસં અંગે વિજ્ઞાન લેખો લખનાર વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ,ગુંજનભાઈ મલાવીયા, સંદીપભાઈ પટેલ સહિતનાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા

ભરત શાહે આ તબક્કે દરેક સમાજના લોકોને મેસેજ આપતા જણાવ્યું કે એચઆઇવી પીડિતો સાથે ભેદભાવ ન રાખી એક આમ વ્યક્તિ જેવુ જ વર્તન કરીને તેને હિંમત આપી લાબું જીવન જીવવા પ્રેરણા આપવી જોઈએ

(10:49 pm IST)
  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરો : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ : એક કરોડ જેટલા ટ્રક ડ્રાયવરોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટની ઘોષણાં : આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જશે access_time 5:52 pm IST

  • પટનાયક સરકારનો આદેશ : ઓડીસામાં ૪૦૦ રૂ.મા કોરોના ટેસ્ટ ઓડીસા સરકારે કોરોના માટેના : આરટી-પીસીઆર ટેસ્ટના ખાનગી લેબેરોટરીમાં ભાવ રૂ.૪૦૦ સુધીના કરી નાખ્યા છે access_time 5:59 pm IST

  • વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ઠાકોર પટેલનું નિધન access_time 12:23 am IST