Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાજ્યના ચારેય મહાનગરોમાં કન્યા છાત્રાલય માટે કોઈપણ સમાજને જમીન આપશે સરકાર

સુરતમાં આહીર સમાજના સમૂહલગ્નમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મોટી જાહેરાત

 

સુરત : સુરતમાં આહીર સમાજના સમૂહ લગનમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા નવદંપતીને આશીર્વાદ આપવાની સાથે તેમણે કોઈ પણ સમાજને ગુજરાતના ચાર શહેરમાં કન્યા છાત્રાલય  ખોલવું હોય તો સમાજને જમીન આપવાની જાહેરાત કરી હતી.

 

   સુરતના ગોડાદરા વિસ્તારમાં આહીર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું  પી.એમ. મોદીના 'ફીટ ઈંન્ડિયા મિશન' થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સાથે પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા.  

   કાર્યક્રમમાં 297 દંપતીના સમૂહ લગ્નમાં પર્યાવરણ જાગૃતિ માટે તમામ દંપતીને કરિયાવરમાં સી.એમના હસ્તે તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો

સી.એમ દ્વારા આહીર સમાજ ને કાનીયા છાત્રાલય માટે જે અમદાવાદમાં જગ્યા આપવામાં આવી છે તેને લઈને સમાજ તરફથી ખાસ આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સી.એમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ પણ સમાજ દ્વારા ગુજરાતના અમદાવાદ વડોદરા અને રાજકોટ ખાતે કન્યાઓ માટે છત્રાલય ખોલવું હોય તો સરકાર તેમને જમીન આપશે તેવી જાહેરાત પણ કરી હતી

(12:54 am IST)