Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સુરતમાં સીટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડને ઉજાગર કરનાર કોર્પોરેટરને ફોન પર ધમકી

બસ સેવાના માથાભારે માણસો દ્વારા ધમકી અપાયાનો દાવો

સુરતમાં છેલ્લા બે દિવસથી સીટીબસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો કિસ્સો ઉજાગર કરનારા કોર્પોરેટર દિનેશ કાછડિયાને ધમકી મળી છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ખાનગી બસ સેવાના માથાભારે માણસો દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે અને સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

  દિનેશ કાછડિયાનો જુનો વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની પણ તેઓને મોબાઈલમાં ધમકી મળી રહી છે. અજાણ્યા મોબાઈલ નંબરથી ધમકી આપનાર અને મોબાઈલની યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.

(8:00 pm IST)