Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ ખેતરો અને યાર્ડમાં રહેલુ અનાજ પલળી ગયું

અરબી સમુદ્રમાં લો પ્રેશરથી ખેડુતો માથે તોળાતુ વરસાદી સંકટઃ રવી પાકને નુકશાનની ભીતી

રાજકોટ, તા., ૨: આ વર્ષે ભારે વરસાદથી સમગ્રના કૃષિ ઉત્પાદનોને અતિ ભારે નુકશાન થયું છે. નુકશાનીની સ્થિતિ સતત ચાલુ જ રહેવા પામી છે. ગઇકાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અચાનક વરસાદ તુટી પડતા ખેડુતોની સ્થિતિ દયનીય બની છે.

દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લોપ્રેશર સક્રીય થતા ગઇકાલે રવિવારે અચાનક જ વરસાદ તુટી પડતા દોડધામ મચી ગઇ હતી.

દાહોદ જિલ્લાના શહેર અને તાલુકા ઉપરાંત લીમખેડા, ધાનપુર, ફતેપુરા, સુખપર, સંજેલી, દેવગઢ બારીયા, ઝાલોદ સહીતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. ગોધરા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડયો હતો.

ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં રાજપીપળા, ડેડીયાપાડા, નેત્રંગ, વાલીયા વિસ્તારમાં પડયા હતા વરસાદી ઝાપટા.

કમોસમી વરસાદને પગલેે મગ, ઘઉં સહીત રવિ પાકને નુકશાનની ભીતી ખેડુતો સેવી રહયા છે.

(11:44 am IST)