Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જાસુસીની શરૃઆત થઇ છે, સાયબર વોર નક્કી

જુદાજુદા દેશો દ્વારા જાસુસી થઇ છે

 અમદાવાદ, તા.૨, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નીગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી તરફથી આઈએસઈએ યોજનાના બીજા તબક્કાના પ્રોજેક્ટ  તરીકે  જીટીયુના ગાંધીનગર કેમ્પસમા  સાયબર સુરક્ષા વિષે ખાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.  આ કાર્યક્રમમા ૭૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૫ ફેકલ્ટી મેમ્બરો ઉપસ્થિત હતા.  આ કાર્યક્રમનો મૂળ હેતુ સાયબર સુરક્ષા અને તેના લીધે ઉભા થયઆ કાર્યક્રમમા સોશિયલ મીડિયા અને નેટબેન્કિંગ જેવા ક્ષેત્રોને  પરિણામે સાયબર સુરક્ષા સામે તાજેતરમા ઉપસ્થિત થયેલા પડકારો વિશે વિગતવાર ચર્ચા વિચારણા થઈ હતી . જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડો) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક વિદ્યાર્થીઓે સાયબર સિક્યુરિટી  વિશે રિસર્ચ કરતા થાય અને તેઓને પ્રેક્ટીકલ જ્ઞાન મળે તે માટે  અનેક કાર્યક્રમ યોજવામા આવનાર છે . તેના પ્રથમ તબક્કામા યોજાયેલા આ વર્કશોપમા વિવિધ નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે દુનિયાભરમા વિવધ દેશોએ એક બીજા પર જાસૂસી કરવાનુ શરૃ કર્યુ છે,ત્યારે હવે સાયબર વોર નિશ્ચિત છે . જાસૂસી કરવા માટેના પ્રોગ્રામો બનાવવાની સાથોસાથ વિવધ દેશો તે દિશામા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે . ચીનના ઉત્પાદકો પોતાના પ્રોડક્ટને પ્રોત્સાહન કેવી રીતે મળે તેની ભાળ મેળવવા માટે સ્પાયવેર પાતાની પ્રોડક્ટોમા મૂકવાની છૂટ આપતા હોય છે.  આવી પ્રોડક્ટોના ઉપયોગથી વપરાશકર્તાના ઈન્સ્ટોલ સોફ્ટવેર સિરીયલ નંબર,ઓપરેટરની માહતિી અને કોલ ડેટાસહિતની માહતિી ચોરી લેવાય છે આવી કેટલીક એપ્લિકેશનોને ભારતીય સરક્ષણ દળોએ બ્લેકલિસ્ટ કરી છે નિષ્ણાતોઓ એવો મત પણ વ્યક્ત કર્યો હતો કે મોબાઈલ બેંન્કીંગ અને ઓનલાઈન નાણાકીય ચૂકવણી પ્રમાણ ભારતદેશમા વધી રહ્યુ છે એવા સંજોગોમા દેશવાસીઓએ સાયબર સલામતીના કેટલાક પાસાઓનુપણ ધ્યાન રાખવુ જ પડશે.

 

(10:43 pm IST)