Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઇદે મિલાદની શહેરભરમાં શાંતિપૂર્ણરીતે ઉજવણી થઇ

જુલુસમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાઃ કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પહેલાથી જ પુરતા પગલા લેવાયા હતા : શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ રહ્યો

અમદાવાદ, તા.૨, અમદાવાદ શહેરમાં આજે ઇદે મિલાદની પરંપરાગતરીતે શાંતિપૂર્ણરીતે ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પહેલાથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા રાખી હતી. સાથે સાથે અંધાધૂંધીને ટાળવા માટે ટ્રાફિકના નિયમોમાં પણ ફેરફાર કરાયા હતા.આજે ઇદે મિલાદ પર્વના પ્રસંગે જમાલપુર ખાતેથી જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેને પગલે અહીં વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા. લાલ બસના રુટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. શહેરમાં જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. આને ધ્યાનમાં લઇને કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જુલુસ દરમિયાન અંધાધૂંધીને ટાળવા માટે પણ પગલા લેવામાં આવ્યા હતા. દરેક મુસ્લિમ દેશમાં જાહેર રજા હોય છે. આના માટે વાહન વ્યવહાર માટે પણ નવી વ્યૂહરચના ઘડાઈ છે. જાહેરનામુ જારી કરીને આ સંદર્ભમાં સૂચના આપવામાં આવી છે. દરમિયાન ઇદે મિલાદની ઉજવણી બાદ હવે અન્ય તહેવારને લઈને પણ તૈયારી હાથ ધરમાં આવી છે. શહરના જુદા જુદા વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યા હતા. જુલુસ દરમ્યાન મજબુત સુરક્ષાવ્યવસ્થા રાખવામાં આવી હતી. જમાલપુર ખાતેથી નિકળેલા જુસુલ દરમિયાન કેટલાક યુવાનો દિલધડક પરાક્રમો કરતા પણ નજરે પડ્યા હતા. જેના કારણે તમામનું ધ્યાન ખેંચાયું હતું.  આરએએફના જવાનો પણ જુલુસની સાથે તૈનાત હતા.

 

(10:41 pm IST)