Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

વિદેશી દારૂ લઈને જતા બે ઈસમની મહેમદાબાદ પોલીસે સરવસણી રોડ પર અટકાયત કરી

મહેમદાવા: પોલીસે આજે મધરાત્રે સરવસણી રોડ પરથી ઈનોવા કારમાં વિદેશી દારૂ લઈને જતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂપિયા ૬૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ પોલીસે ગુરૂવારે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમિયાન મધરાત્રિના સવા બાર વાગ્યાના સુમારે સરવસણી રોડ પર પૂરપાટ ઝડપે પસાર થતી ઈનોવા કાર નં. જીજે- બીબી ૨૧૫૧ ને ઉભી રખાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટી નં.૧૨ કાચની બોટલ નં.૩૩૬ તથા ૨૪ ખુલ્લી બોટલો મળી કુલ ૩૬૦ બોટલ રૂપિયા ૧૪,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારચાલક સહિત બંનેની અટક કરી પૂછપરછ કરતા પરેશ શંભુભાઈ પટેલ (રહે.ક્રિષ્ના સોસાયટી, કરમસદ) તથા લાલો ઉર્ફે બુકી દરબાર (રહે. છીપડી, તા.કઠલાલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ તથા રૂપિયા ૫૦,૦૦૦ની કાર મળી કુલ રૂપિયા ૬૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  બનાવ અંગે મહેન્દ્રસિંહ નટવરસિંહની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે પ્રોબીબીશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:05 pm IST)