Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આંકલાવના ખડોલ ગામે પત્નીની સામે જોનાર ચાર જણા પર પરિવારનો હુમલો

આંકલાવ: તાલુકાના ખડોલ ()ગામે આજે પત્નીની સામે જોવાની રીસ રાખીને પરિવારના ચાર સભ્યોએ દાતરડાથી હુમલો કરીને ચારને માર મારીને ઈજાઓ પહોંચાડતા અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગતો અનુસાર આજે સવારના સુમારે ખડોલ ()ગામે રહેતા અને ડમ્ફર પર ડ્રાઈવીંગ કરતાં સમસુદ્દીન જીતસિંહ પરમાર ડમ્ફર લઈને નડીઆદ ગયા હતા. દરમ્યાન નજીકમાં રહેતા રાજુભાઈ હિમ્મતભાઈ પરમાર તેમના ઘરે આવી ચઢ્યા હતા અને રાજુભાઈની માતાને તમારો પુત્ર મારી પત્નીની સામે કેમ જુએ તેમ કહીને ઝઘડો કર્યો હતો જેની જાણ સમસુદ્દીનને કરતાં તે નડીઆદથી પરત આવી ગયો હતો જ્યાં રાજુભાઈ, તેના પિતા હિમ્મતભાઈ, મદીનાબેન તથા સાઈનબેને ઝઘડો કરીને રાજુએ દાતરડું મારવા ઉગામતાં સમસુદ્દીને હાથ ઉંચો કરી દેતાં અંગુઠા નજીક દાતરડું વાગતાં ઈજાઓ પહોંચી હતી. હિમ્મતભાઈએ બચકુ ભરી લીધું હતુ. 
સમસુદ્દીનની માતા સકીનાબેન, પત્ની બીસ્મીલાબેન તથા ભાઈ નજીરભાઈ વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(6:04 pm IST)