Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અમદાવાદના શખ્સની કાર સાથે ધોરીડુંગળી માર્ગ પાસે અટકાયત: 5.34 લાખની રોકડ જપ્ત

મોડાસા: અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિધ્ધ કરાતાં જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત કરાઈ છે.બાયડ વિધાનસભા બેઠક પરની એસએસટી દ્વારા ધોળીડુંગરી ખાતે માર્ગ ઉપરથી પસાર થતાં વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન અમદાવાદના એક શખ્શની કારમાંથી રૃપિયા ,૩૪,૮૦૦ ની રોકડ મળી આવતાં અને રોકડ અંગે હાથ ધરાયેલી પુછપરછમાં યોગ્ય ખુલાસો નહી કરાતાં રોકડ બાયડ ખાતેની પેટા તિજોરી કચેરીમાં જમા કરી દેવાઈ હતી. અરવલ્લી જિલ્લામાં ૨૦ નવેમ્બરથી સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત કરી દેવાઈ છે.જિલ્લામાં રચાયેલ ૧૨ એસએસટી પૈકી બાયડ વિધાનસભા બેઠક પરની એસએસટી દ્વારા ધોળીડુંગરી નજીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. માર્ગ પરથી પસાર થતાં વાહનોના હાથ ધરાયેલ ચેંકીગ દરમ્યાન કાર માંથી રૃપિયા ,૩૪ લાખની રોકડ મળી આવી હતી.ટીમના અધિકારીઓએ કારના માલીક કીરણભાઈ માધવલાલ શાહ (રે.કાવેરી એપાર્ટમેન્ટ,જવાહર ચોકડ,શ્રીજી ડેરી,મણીનગર અમદાવાદ)ની હાથ ધરેલી પુછપરછમાં તેઓ રોકડ અંગેના આધાર પુરાવા રજુ કરી શકયા હતા. આમ  ટીમે રોકડ જપ્ત કરી બાયડ મામલતદાર દ્વારા પેટા તિજોરી કચેરીમાં જમા કરી દીધી હતી.

 

(6:03 pm IST)