Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઉમરેઠમાં લંપટ શિક્ષક સામે બીભત્સ ફોટા બતાવવાનો આરોપ

આણંદ:  જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. જિલ્લાના ઉમરેઠમાં આવેલ એક સ્કુલમાં એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરવાના બનાવે ચકચાર મચાવી હતી. જેમાં સ્કુલના સમય દરમ્યાન ત્રણ વિદ્યાર્થિનીઓને એક શિક્ષક દ્વારા મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા. શિક્ષકે સ્કુલ સમય દરમ્યાન વિદ્યાર્થિનીઓનો પીછો કરી તેઓને વાત કોઈને કહેવા જણાવ્યું હતું.જ્યારે વિદ્યાર્થિનીઓને માર મારવાની અને ક્લાસમાં બેસવા દેવાની ઘમકીઓ પણ અપાઈ હતી. ઘટનામાં ગઈ સમી સાંજે ઉમરેઠ પોલીસ મથકે વાલીઓનો કાફલો પહોંચ્યો હતો.જેમાં શિક્ષક સામે એફઆઈઆર નોંધાવામાં આવી હતી.

ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉમરેઠમાં આવેલ જ્યુબીલી સ્કુલમાં ગઈ કાલે બપોરના સુમારે એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતીના મામલે ચકચાર મચી હતી. જેમાં સ્કુલમાં ધોરણ ૬માં ભણતી ત્રણ વિદ્યાર્થિનીઓને સ્કુલના શિક્ષક હેમંત પંડયા દ્વારા મોબાઈલ ફોનમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા. ફોટા બતાવી સ્કુલ સમય દરમ્યાન વિદ્યાર્થિનીઓનો પીછો કરી તેઓને વાત કોઈને કહેવા માટે ઘમકીઓ અપાઈ હતી.તેમ છતા સાંજના સુમારે ઘટનાની જાણ વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના વાલીઓને કરતા વાલીઓ ઉમરેઠ સ્કુલમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની કોઈ વાત સાંભળવામાં આવતા અંતે ઉમરેઠ પોલીસ મથકે ઉક્ત લંપટ શિક્ષકની સામે એફઆઈઆર નોંધાવામાં આવી હતી. ઘટનામાં તપાસ કરતા અધિકારી .જે.ચૌહાણનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો.જેમાં તેઓ હાલ બીજી તપાસમાં હોવાનો તથા ઘટનામાં તપાસનો દોર ચાલુ હોવાથી શિક્ષકની અટકાયત થઈ હોવાની માહિતી જણાવી હતી.

 

(6:03 pm IST)