Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કલોલના વેડા ગામની પરિણીતાએ દહેજના ત્રાસની કંટાળી ત્રણ વર્ષની પુત્રી સાથે આપઘાત કર્યાના બનાવમાં પતિ સહિત સાસુ-સસરાને 7 વર્ષની સજા

ગાંધીનગર: દહેજ માટે પરિણીતાને પતિ તથા અન્ય સાસરિયાઓ દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હતો. જે ત્રાસથી કંટાળીને ત્રણ વર્ષની પુત્રીને મારી નાંખી પોતે આપઘાત કરી લીધો હતો. ગુનામાં પતિ, સાસુ, સસરા અને જેઠને કસુરવાર ઠેરવીને અદાલતે વર્ષની કેદ કરી છે.

અંગેની વિગત એવી છે કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામમાં રહેતી અલ્પા નામની યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૮માં મિતેષ અંબાલાલ ઠાકોર (રહે. શિવાલીક- , લાભ ટાવર સમા કેનાલ પાસે) સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. અલ્પાના પતિએ નવું મકાન લીધુ હોય તેના માટે પિયરમાંથી રૃપિયા ૨૦ લાખ લઈ આવવા માટે અલ્પાને દબાણ કરતો હતો. પતિ અનેઅન્ય સાસરિયાઓ દ્વારા અપાતો ત્રાસ સહન નહી થતાં અલ્પાએ તેની ત્રણ વર્ષની પુત્રીને ગળાટૂંપો આપીને મારી નાંખી હતી. અને ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી અલ્પાના પિતાએ અલ્પાના પતિ મિતેષ, પિતા અંબાલાલ કામાજી ઠાકોર, સાસુ રઈબેન અને જેઠ રાજેશ ઠાકોર વિરૃધ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:01 pm IST)