Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

નર્મદા જિલ્લામાં બની રહેલ સ્ટૅચુ ઓફ યુનિટીનું 65 ટકા કામ પૂરું

વડોદરા:  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક બની રહી છે. જે પ્રતિભા 182 મીટર ઉંચી બનશે અને પ્રતિમાનું કામ 65 ટકા જેટલુ પૂર્ણ થઈ ગયુ છે. આમ, પ્રતિમા સમુદ્રની સપાટીથી 240 મીટર ઉંચુ લઈ જવાનુ છે. જેમાંથી 201 મીટર જેટલુ કામ પૂર્ણ થઈ ગયુ છે. કેવડિયા નજીક આવેલ વાઘોડિયા શેડમાં મૂકેલ ફ્રેમોને આજથી મોટા-મોટા ટ્રેલરોમાં લઈ જવામાં આવી રહી છે.

 

(6:01 pm IST)