Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

'હુ નરેન્દ્ર મોદી બનવા માંગું છું' : બાળકના સ્વપ્ને જીવંત કરતી ગુજરાતી ફિલ્મ

અમદાવાદ તા.૨ : 'હું નરેન્દ્ર, મોદી બનવા માંગુ છું' એ એક કિશોર વયના બાળકની ગુજરાતી ફિલ્મ છે, જે કિશોરના રોલ મોડેલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. 'તેનું સપનું છે કે મોટા થઈને નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભ ભાઈ પટેલ જેવા બનવું'. આ એક પ્રેરણાદાયી અને મોટીવેટ કરતી ફિલ્મ છે. જેમાં વાર્તા છે એક નાના ચા વેચતા છોકરાની અને તેના જીવનમાં રહેલી નકારાત્મકતા અને પડકારો સામે લડીને જુસ્સાભેર તેના ધ્યેયને હાંસલ કરવાની. આ એક ચિલ્ડ્રન ફિલ્મ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી પ્રેરિત અને સંપૂર્ણ સામાજિક ફિલ્મ હોવાની સાથે-સાથે એક બાળકના સંદ્યર્ષ અને તેના સ્વપ્નને પૂરું કરવાની જર્ની પણ કથામાં આવરી લેવામાં આવી છે. મોદી- ધ ફિલ્મ બે ભાગમા બનાવવામાં આવશે.

 

(4:34 pm IST)