Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ભાજપે ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યો - સાંસદો સહિત ૨૪ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા : પાર્ટી વિરોધી પ્રવૃતિ કારણભૂત

અમદાવાદ : ગુજરાત ધારાસભાની ચૂંટણીના મતદાન આડે ફકત ૧ અઠવાડીયુ રહ્યુ છે, ત્યારે ભાજપે ૩ પૂર્વ સાંસદો સહિત કુલ ૨૪ સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્યો - સાંસદોમાં ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી, કાનજીભાઈ પટેલ, બિમલભાઈ શાહ તથા કમાભાઈ રાઠોડને બરતરફ કર્યા છે. આ ઉપરાંત જીલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા સહિતના આગેવાનો - પદાધિકારીઓ પણ આ યાદીમાં સામેલ છે.

સૌરાષ્ટ્રમાંથી વલ્લભભાઈ ઘારવીયા (જામનગર ગ્રામ્ય), રમેશભાઈ ડાંગર (લાલપુર - જામજોધપુર), અરજણભાઈ ગોહેલ (સોમનાથ), હમીરભાઈ ખાટરીયા (ધારી), દિલાવરસિંહ ગોહિલ (ભાવનગર ગ્રામ્ય), તથા નાનુભાઈ ડાખરા (પાલીતાણા)નો સમાવેશ થાય છે.

(4:31 pm IST)