Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ગુજરાત ચૂંટણીમાં ૧૮૨૮ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

૧૯૬૨ બાદ થર્ડ હાઇએસ્ટ ઉમેદવારો મેદાનમાં : ૧૯૯૫માં ૨૫૪૫ અને ૧૯૯૦માં ૧૮૮૯ ઉમેદાવોર મેદાનમાં હતા : મહેસાણામાં સૌથી વધારે ૩૪ ઉમેદવારો

અમદાવાદ,તા. ૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આ હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની સાથે સાથે મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે. વર્ષ ૧૯૬૨ની ચૂંટણી બાદ ચૂંટણી મેદાનમાં આ વખતે થર્ડ હાઇએસ્ટ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જે સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે તે મહેસાણામાં સૌથી વધારે ૩૪ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૮૨૮ ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં ૯૭૭ અને બીજા તબક્કામાં ૮૫૧ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કામાં ૮૯ અને કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તબક્કામાં ૮૭ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અન્ય રાજકીય પક્ષોએ પણ પોત પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. પાંચ બેઠક મહેસાણા, જામનગર ગ્રામ્ય, બોટાદ, જામનગર ઉત્તર અને વિરગમગામમાં ૨૨ અને ૩૪ની વચ્ચે ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. મહેસાણમાં સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં છે. આવી જ રીતે સૌરભ પટેલ જ્યાંથી મેદાનમાં છે તે બોટાદમાં ૨૫ ઉમેદવારો મેદાનમાં છે. રાઘવજી પટેલ જ્યાંથી મેદાનમાં છે તે મતવિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો વર્ષ ૧૯૯૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધારે ૨૫૪૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. વર્ષ ૨૦૧૨માં ૧૬૬૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૦૭માં ૧૧૮૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જે સીટ પર સૌથી ઓછા ઉમેદવારો મેદાનમાં છે તેમાં ભીલોડા (એસટી) બેઠકમાં માત્ર બે ઉમેદવારો રહ્યા છે. આવી જ રીતે આણંદમાં ત્રણ, મોરવા હડફમાં ત્રણ, ઝગડિયા (એસટી) બેઠક પર ત્રણ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. વધારે ઉમેદવારોની વાત કરવામાં આવે તો વિરગમગામમાં ૨૨ ઉમેદવારો મેદાનમાં છે. આવી જ રીતે જામનગર ઉત્તરમાં ૨૪ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તમામ બેઠક પર મુખ્ય સ્પર્ઘા જોવના મળી રહી છે. આ વખતે પ્રથમ તબક્કામાં ૪૪૧ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.

ચૂંટણીમાં ઉમેદવારો.....

વર્ષ ૧૯૯૫માં સૌથી વધુ ઉમેદવારો

         અમદાવાદ,તા.૨ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તખ્તો ગોઠવાઇ ચુક્યો  છે.  વર્ષ ૧૯૬૨ની ચૂંટણી બાદ ચૂંટણી મેદાનમાં આ વખતે થર્ડ હાઇએસ્ટ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જે સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે તે મહેસાણામાં સૌથી વધારે ૩૪ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. ગુજરાતમાં ે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં વર્ષ ૧૯૬૨ બાદ ક્યા વર્ષે કેટલાક ઉમેદવારો હતા તે  ચિત્ર નીચે મુજબ છે.

૧૯૬૨માં કુલ ઉમેદવારો.................................. ૫૦૦

૧૯૬૭માં  કુલ મતદારો................................... ૫૯૯

૧૯૭૨માં કુલ ઉમેદવારો.................................. ૮૫૨

૧૯૭૫માં કુલ ઉમેદવારો.................................. ૮૩૪

૧૯૮૦માં કુલ ઉમેદવારો.................................. ૯૭૪

૧૯૮૫માં કુલ ઉમેદવારો................................ ૧૧૩૭

૧૯૯૦માં કુલ ઉમેદવારો................................ ૧૮૮૯

૧૯૯૫માં કુલ ઉમેદવારો................................ ૨૫૪૫

૧૯૯૮માં કુલ ઉમેદવારો................................ ૧૧૨૫

૨૦૦૨માં કુલ ઉમેદવારો.................................. ૯૬૩

૨૦૦૭માં કુલ ઉમેદવારો................................ ૧૧૮૦

૨૦૧૨માં કુલ ઉમેદવારો................................ ૧૬૬૬

૨૦૧૭માં કુલ ઉમેદવારો................................ ૧૮૨૮

ઉમેદવારોનુ ચિત્ર....

         અમદાવાદ, તા. ૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આ હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની સાથે સાથે મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.ગુજરાત ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ તક્કામાં ૯૭૭ અને બીજા તબક્કામાં હવે ૧૮૨૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા  છે. ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં કઇ પાર્ટીએ કેટલાક ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે તે નીચે મંજબ છે.

પાર્ટી

પ્રથમ તરણ

ચરણ-૨

અપક્ષ

૪૪૧

૭૯૧

ભાજપ

૮૯

૧૮૨

કોંગ્રેસ

૮૭

૧૭૮

બસપ

૬૪

૧૩૯

એએચપી

૪૯

૯૫

એનસીપી

૩૦

૫૮

શિવસેના

૨૫

૪૨

એએપી

૨૨

૩૦

અન્ય

૧૭૦

૩૧૩

કુલ

૯૭૭

૧૮૨૮

સૌથી વધુ અને ઓછા ઉમેદવારો ક્યાં .......

         અમદાવાદ,તા. ૨ : ગુજરાતમાં મહેસાણામાં સૌથી વધારે ૩૪ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ભીલોડામાં સૌથી ઓછા બે ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી વધારે અને સૌથી ઓછા ઉમેદવારો કઇ બેઠક પર છે તે નીચે મુજબ છે

સૌથી વધુ ઉમેદવારો ક્યાં

મહેસાણા............................................ ૩૪ ઉમેદવારો

જામનગર ગ્રામ્ય................................. ૨૭ ઉમેદવારો

બોટાડ............................................... ૨૫ ઉમેદવારો

જામનગર ઉત્તર................................. ૨૪ ઉમેદવારો

વિરમગામ......................................... ૨૨ ઉમેદવારો

સૌથી ઓછા ઉમેદવારો ક્યાં

ભીલોડા (એસટી)................................... ૨ ઉમેદવારો

આણંદ................................................. ૩ ઉમેદવારો

મોરવા હડફ.......................................... ૩ ઉમેદવારો

ઝગડિયા (એસટી)................................. ૩ ઉમેદવારો

ગણદેવી (એસટી).................................. ૩ ઉમેદવારા

 

(12:20 pm IST)