Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પત્નીને ઓરલ સેકસ માટે મજબૂર કરવી એ ઘરેલુ હિંસા હેઠળ ગુનો

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ : ઓરલ સેકસ બળાત્કાર નહિ પણ ઘરેલું હિંસા

અમદાવાદ, તા. ર : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટને આપેલા પોતાના જવાબ જણાવ્યું છે કે, પત્નીને ઓરલ સેકસ માટે મજબૂર કરવી એ દ્યરેલુ હિંસા હેઠળ ગુનો બને છે, ના કે અપ્રાકૃતિક સેકસ અને રેપ માટે.

નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પત્નીને ઓરલ સેકસ માટે મજબૂર કરવાના એક કેસમાં 3 પ્રશ્નો તૈયાર કરી રાજય સરકારને આ પ્રશ્નોના જવાબ આપવા માટે કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું હતું કે, ‘પત્નીને ઓરલ સેકસ માટે મજબૂર કરવી એ IPC 377 અંતર્ગત અપ્રાકૃતિક સેકસ, IPC 376 હેઠળ રેપ અને IPC 489A હેઠળ દ્યરેલુ હિંસા હેઠળ ગુનો બને છે કે કેમ?’ જેના જવાબમાં ગુજરાત સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો છે. HCના પ્રશ્નોના જવાબમાં સરકારે વિવિધ સત્ત્।ામંડળોને ટાંકતા કહ્યું હતું કે, ‘વિવાહિત યુગલને રેપની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેમજ પત્નીને ઓરલ સેકસ માટે મજબૂર કરવાથી પણ રેપ કે અપ્રાકૃતિક સેકસનો ગુનો બનતો નથી.પરંતુ આ કૃત્ય IPC¨À કલમ 498A અંતર્ગત દ્યરેલુ હિંસાનો ગુનો બનાવાપાત્ર જરુર છે.’ જો કે મહિલાના વકીલ રાજેશ શાહે ભાર આપીને કહ્યું હતું કે, ‘પત્નીને ઓરલ સેકસ માટે મજબૂર કરવીએ રેપ, અપ્રાકૃતિક સેકસ અને દ્યરેલૂ હિંસા અંતર્ગત ગુનાહિત કૃત્ય છે.’ તેમણે મહિલાના પતિ દ્વાર તેની વિરુદ્ઘની FIR રદ્દ કરવાની અરજીનો પણ વિરોધ કર્યો હતો. રાજય સરકાર અને વકીલની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિશ જે બી પારડીવાલાએ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. નોંધનીય છે કે આ કેસ સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનનો છે.

(11:39 am IST)