Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પાટણના સિદ્ધપુરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરઃ ચાણસ્મા-રાધનપુરમાં ત્રિકોણીયો જંગ

પાટણ, તા. ૨ :. પાટણ જીલ્લાની ચાર વિધાનસભાની બેઠક ઉપર ફોર્મ પાછુ ખેંચવાના અંતિમ દિવસ બાદ ૫૪ ઉમેદવારો ચૂંટણી ચિત્રમાં રહ્યા છે. પાટણમાં સૌથી ઓછા ૧૦ ઉમેદવારો સિદ્ધપુરમાં ૧૩, ચાણસ્મામા ૧૪ ઉમેદવારો, રાધનપુરમાં ૧૭ ઉમેદવારો રહેતા ચાર વિધાનસભાની બેઠક ઉપર ૧૮૪ ઉમેદવારો છે. રાધનપુરની બેઠક ઉપર કોંગ્રેસના અલ્પેશ ઠાકોર જેને મતદારો આયાતી ઉમેદવાર ગણે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશતા જ તેમને ભાજપે ભગવો ખેસ પહેરાવી મેન્ડેટ ભાજપે આપી દેતા ભાજપના નિષ્ઠાવાન નેતાઓમાં ઉગ્ર અસંતોષની લાગણી વ્યાપી છે. ભાજપ-કોંગ્રેસ બન્નેમાં અસંતોષની આગ અને ભડકા દેખાઈ રહ્યા છે. બન્ને પક્ષે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યા છે.

 

(12:22 pm IST)