Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદના નારોલ ચોકડી પાસે લોડીંગ વાહન ચાલકો પાસેથી “ એન્ટ્રી “ ના નામે 100 રૂપિયાની લાંચ લેતો હોમગાર્ડ જવાન ઝડપાયો

અમદાવાદ : રોલ ચોકડી , ટ્રાફીક ચોકી ની બહાર અમદાવાદ  રાત્રી દરમયાન ફરજ પરના પોલીસ, હોમગાર્ડનાં જવાનો  લોડીંગ વાહન ચાલકો પાસે થી “ એન્ટ્રી “ ના નામે લાંચ પડાવતા હોવાની ફરિયાદને પગલે એસીબીના સકંજામાં હોમગાર્ડ જવાન શાદાબ રશીદખાન શેખ (હોમગાર્ડ જવાન ) (નોકરી - ઇસનપુર પો.સ્ટે પી.સી.આર વાનમાં અમદાવાદ શહેર) રૂપિયા 100ની લાંચ લેતા ઝડપાયો છે

 એસીબી અમદાવાદને  ખાનગી રાહે આધારભુત માહિતી મળેલ કે રાત્રી દરમયાન ફરજ પરના પોલીસ, હોમગાર્ડનાં જવાનો  લોડીંગ વાહન ચાલકો પાસેથી “ એન્ટ્રી “ ના નામે લાંચ પડાવે છે .  જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે “ એન્ટ્રી “  પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાયો હતો
ડિકોય કરનાર અધિકારી  એસ.એન.બારોટપોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય સુપરવિઝન અધિકારી  કે.બી.ચુડાસમા મદદનીશ નિયામકઅમદાવાદ એકમ રહ્યાં હાટ

(9:09 pm IST)