Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૧૨મા વર્ષે ૩થી ૯ નવેમ્બરે ડોક્ટર ઓન કોલ સેવા

એએમએ અને એએફપીએ દ્વારા સેવા યજ્ઞ : સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ ૧૦૮ અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું

અમદાવાદ, તા.૨ : દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત ૧૨ મા વર્ષે દર્દીઓ માટે તા. ૩ નવેમ્બ્ર થી તા. ૯ નવેમ્બ ર ૨૦૨૧ દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે.

દર્દીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ ૧૦૮ અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે, 'દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે.

ડો. દિલીપ ગઢવીએ વધુમાં જણાવ્યુંા હતું કે, "છેલ્લાવ દોઢ વર્ષથી આપણે સૌ કોરોના રોગચાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. ઈન્વેુસ્ટીેગેશન અને ટ્રીટમેન્ટાની વધારે સારી સુવિધાઓ માટે સમગ્ર તબીબી સમુદાય કાર્ય કરી રહ્યો છે. કોરોના અંગે જનસમુદાયને માર્ગદર્શન આપવા એએમએ સુસજ્જ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'આ વર્ષે કોરોના, સ્વાઈન ફ્લુ, ચિકનગુનિયા, કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ વાયરલ ઈન્ફેકશન વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે.

જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાં કયા ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે. ડોક્ટર ઓન કોલ દિવાળીનાં પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. હેતલ શાહએ જણાવ્યું હતું કે, 'એએમએ દ્વારા ટેક્નોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો www.ahmedabadmedicalassociation.com અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.લ્લ નોન ઈમર્જન્સી કેસોમાં દર્દીઓ વોટસ એપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની તકલીફ મોકલાવી શકે છે, જેનો ડોક્ટરો જ્યારે ફ્રી પડે ત્યારે જવાબ આપશે.

(8:03 pm IST)