Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળી પર્વે સુરત મહાનગરના નાગરિકો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જનહિત નિર્ણય

સુરત મહાનગરને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ ૮૪.૭૧ કરોડના શહેરી સડક યોજનાના કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી :સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ રી-કાર્પેટ માર્ગો પહોળા કરવા-સી.સી રોડ સહિતના ૩૦ર વિવિધ કામો માટે રૂ. ૮૪ કરોડ વપરાશે
ફોટો

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત મહાનગરના નગરજનો માટે દિવાળી પર્વે જન હિતકારી નિર્ણય લઇને આ મહાનગરમાં રોડ ડેવલપમેન્ટના કામો માટે ૮૪.૭૧ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ભુપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના ૮૪.૭૧ કરોડ રૂપિયા માર્ગ મરામતના ૩૦ર કામો માટે ઉપયોગમાં લેવાની સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની દરખાસ્તને અનુમોદન આપ્યું છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે સુરત મહાપાલિકા ર૦ર૧-રરના વર્ષ માટે આ રૂ. ૮૪.૭૧ કરોડની રકમમાંથી વિવિધ ૩૦ર કામો હાથ ધરશે.
આ કામોમાં રસ્તા કારપેટના ૧૬, રી-કાર્પેટના ર૧૦, હયાત માર્ગો પહોળા કરવાના કે નવા રસ્તા બનાવવાના ૪૪, ફૂટપાથ બનાવવાના ૦૪ તેમજ સી.સી. રોડના ર૮ કામોનો સમાવેશ થાય છે

(7:13 pm IST)