Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વડોદરામાં વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપી 30 લાખનો ચૂનો ચોપડનાર ગેંગના સૂત્રધાર સહીત ચારની ધરપકડ

વડોદરાઃ  અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં મીટિંગ કર્યા બાદ યોજનાબધ્ધ રીતે જાળમાં ફસાવીને રૃ.૩૦ લાખનો ચૂનો ચોપડનાર ગેંગના સૂત્રધાર સહિત ચાર સાગરીતોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુરતની હોટલમાંથી ઝડપી પાડયા છે.

અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશન નજીક સૌભાગ્ય નગરમાં રહેતા અને પાણીની બોટલોનું ટ્રેડિંગ કરતા મૌલિક નરેશભાઇ પ્રજાપતિએ પોલીસને કહ્યું છે કે,મારો પરિચય સાવરકુંડલાના ભરત ગીડા સાથે થયા બાદ તેમણે ફોન કરી કસ્ટમને લગતું તમારે લાયક કામ આવ્યું છે તેમ કહી ે તા.૨૮મી ઓગષ્ટે મને વડોદરા  બોલાવ્યો હતો.

વેપારીએ પોલીસને વધુમાં કહ્યું છે કે,હું ભરતભાઇને મળ્યા ત્યારે તેઓ મને વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલ કન્ફર્ટમાં લઇ ગયા હતા.જ્યાં કસ્ટમ ઇન્સ્પેક્ટરના પીએ તરીકે મળેલા રાજુએ અમારી મીટિંગ કસ્ટમ ઇન્સ્પેક્ટર એ.કે.મલહોત્રા સાથે કરાવી હતી. કસ્ટમ ઇન્સ્પેક્ટરે મારી પાસે  બ્લેક કોટિંગ કરેલા ડોલર આવ્યા છે,જેને કેમિકલથી સાફ કરીને અસલ ડોલર બનાવી શકાય છે તેમ કહી રૃ.૫૫ના ભાવે રૃ.૧.૨૫ કરોડના ડોલર આપવાની વાત કરી હતી.આ ડોલર રૃ.૭૧માં તુર્તજ વેચાઇ જશે તેમ પણ કહ્યું હતું.તા.૭મી ઓક્ટોબરે તેમણે ફરીથી મીટિંગ કરી રૃ.૭ લાખના  બદલામાં  ડોલર આપતાં મેં ડોલર વટાવ્યા હતા.જેથી મને વિશ્વાસ બેઠો હતો.

(6:00 pm IST)