Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સુરતના સહારા દરવાજા નજીક કોલસાની કંપનીમાંથી બોગસ કંપની ઉભી કરી 8 કરોડની ઠગાઈ આચરનાર પાંચ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: સહારા દરવાજાની આદર્શ કોલ હબ એલ.એલ.પી નામની કોલસાની કંપનીમાંથી મહારાષ્ટ્ર વાડા ખાતે બોગસ કંપની ઉભી કરી કરોડો રૂપિયાનો કોલસો ખરીદી પેમેન્ટ નહીં ચુકવી રૂ. 8. 02 કરોડની ઠગાઇ કરનાર પિતા-પુત્ર અને કંપનીના પર્ચેઝ મેનેજર તથા ટ્રાન્સપોર્ટર સહિત પાંચ વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે. જેમાં પર્ચેઝ મેનેજર માસ્ટર માઇન્ડ હોવાનું જાણવા મળ્યું છે. રીંગરોડ-સહારા દરવાજા સ્થિત મોમાઇ કોમ્પ્લેક્ષમાં આદર્શ કોલ હબ એલ.એલ.પી નામે ઇન્ડસ્ટ્રીયલ કોલસોનો વેપાર કરતા શૈલેષ સજ્જન અગ્રવાલ (ઉ.વ. 33 રહે. જી 601, ફ્લોરીન્સ એપાર્ટમેન્ટ, વેસુ મેઇન રોડ) એ સંજય શેષ અને તેના પુત્ર અજય સંજય શેખ (બંને રહે. વાડા રોડ, એચ.પી. પેટ્રોલ પંપની સામે, શેલાર, ભીંવડી, જિ. થાણે, અને ભીંવડી વાડા રોડ, શીરીષ ફાટા અબીઘર, વાડા, જિ. પાલઘર, મહારાષ્ટ્ર) અને દિપક ઢોલુ તથા આસીફ શેખ અને નંદુ ઉર્ફે મુદ્દસ્સીર અંસારી (ત્રણેય રહે. થાણે, મહારાષ્ટ્ર) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. પાંચેક વર્ષથી ધંધાકીય સંબંધ ધરાવતા મહારાષ્ટ્રના વાડા ખાતે સનસાઇન પેપ ટેક નામની પેપર મીલના પર્ચેઝ મેનેજર દિપક ઢોલુએ ફેબ્રુઆરી 2021માં મહારાષ્ટ્રમાં યોગીરાજ મેટ્રો (ઓ.પી.સી)) પ્રા. લિ. નામે ટેક્સટાઇલ પ્રોસેસ અને ડાઇંગ યુનિટ ધરાવતા સંજય અને અજયે કોલસા પર્ચેઝનું કામ સોંપ્યું છે. પિતા-પુત્ર પ્રતિષ્ઠીત મેન્યુફેક્ચરીંગ કંપની ધરાવે છે અને નવી બે મીલ પણ ખરીદી છે, 90 દિવસમાં પેમેન્ટ ચુકવી આપશે એમ કહી કોલસો ખરીદવાનું શરૂ કર્યુ હતું. દિપકના કહેવાથી સંજય શેષના વિશ્વાસું ટ્રાન્સપોર્ટર આરીફ શેખની ટ્રકમાં શૈલેષ કોલસો મોકલાવતો હતો. જે અંતર્ગત યોગીરાજ મેટ્રો અને ફીનીક્સ ઇન્ફ્રા એન્ડ કંપનીના નામે શૈલેષે કુલ રૂ. 9.98 કરોડની કિંમતનો કોલસો સપ્લાય કર્યો હતો. જે પેટે રૂ. 2.71 કરોડનું પેમેન્ટ ચુકવ્યું હતું. પરંતુ ત્યાર બાદ રૂ. 8.02 કરોડના પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા. જેને પગલે શૈલેષ યોગીરાજ મેટ્રો અને ફીનીક્સ ઇન્ફ્રા એન્ડ કંપનીના સરનામે ઉઘરાણી માટે ત્યાં કંપનીના માત્ર બોર્ડ જ હતા. જેથી શૈલેષ ચોંકી ગયો હતો અને તેણે પોલીસ ફરીયાદી તજવીજ કરતા કોલસો ખરાબ હોવાની ડેબિટ નોટ મોકલાવી સમગ્ર મામલાને ટલ્લે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. 

 

(5:58 pm IST)