Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં દિવાળીમાં બજારોમાં ભીડ જોવા મળતા પોલીસે લાલ આંખ કરી

ઠાસરા : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા મથકે  બજારોમાં હાલ દિવાળી તહેવારમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે.  આવા સમયે શહેરના વિસ્તારોમાં વાહનો, લારી તેમજ પાથરણાને કારણે ભારે ભીડ જોવા મળે છે. જેની સામે સ્થાનિક પોલીસે આડેધડ પાર્કિંગ કરતા વ્યક્તિઓ અને અન્ય દબાણકર્તાઓ સામે પોલીસે લાલ આંખ કરી દબાણો દૂર રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે.

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી ચાંપતી નજર રાખી રહ્યા છે. શહેરના ટાવર બજાર, તિનબત્તી થી હોળી ચકલા, રેફરલ હોસ્પિટલ રોડ, ગોઘરા બજાર, રમ ચોક,.પીપલવાડા રોડ જેવા રસ્તાઓ ટ્રાફીક સમસ્યા રહેતી હોય છે. પરંતુ આ રસ્તાઓ પર ટ્રાફીકની સમસ્યા જોવા મળતી હતી પરંતુ પોલીસ સ્ટાફ દ્વારાટ્રાફીક સમસ્યા ઉભી કરતાને ખસેડી રહ્યા હતા.સતત પેટ્રોલિંગ કરી અડચણકર્તાઓ વિરુધ્ધ લાલ આંખ કરવામાં આવી છે.  ઠાસરાના પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ દ્વારા સતત ઠાસરાના મહત્વના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.  ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જે સામે નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હતી. નગરના હોળી ચકલા, પરબડી, ટાવર અને રામચોક જેવા મહત્વના વિસ્તારોમાં  ટ્રાફિકજામ રહેતો હતો અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બજાર વિસ્તાર હોવાથી દુકાનોમાં પણ ભીડ રહેતી એટલે વિસ્તારમાં વાહન અને માણસો બન્નેનો જમાવડો થતો હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. આ કારણે લાંબા સમય પછી શહેરના મહત્વના વિસ્તારો ટ્રાફિક નિયમન સુચારૂ રીતે જોવા મળ્યુ હતુ.દિવાળી ના તહેવારો આજથી ચાલુ થતા હોય ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનુ શહેર પી.એસ.આઇએ જણાવ્યુહતુ. ઠાસરા નગર પાલિકા પ્રમુખ અને પોલીસના સંકલનમાં તમામ ટ્રાફીક વ્યવસ્થા કરવામાં આવી છે.

(5:56 pm IST)