Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

નાણાકીય લેવડ-દેવડમાં ઓનલાઈનનો વ્યાપ વધારવા માટે ડીજીટલ પેમેન્ટ સેલની રચના

રાજકોટ, તા. ૨ :. ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં નાણાકીય વ્યવહારમાં ઓનલાઈન પદ્ધતિનો વ્યાપ વધારવા નાણા વિભાગ દ્વારા ડીજીટલ પેમેન્ટ ટેકનિકલ સેલની રચના કરવામાં આવી છે. જેમાં હિસાબી અને તિજોરી નિયામકની કચેરીના હિસાબી અધિકારીઓ એસ.એસ. શાહ અને એચ.ડી. પરિખ તથા મદદનિશ નિયામક (આઈ.ટી.) નિકુંજ એમ. પટેલનો સમાવેશ કરવામાં આવેલ છે. નાણા વિભાગના નાયબ સચિવ દીપલ હડિયલની સહીથી આ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે ગૂડ ગવર્નન્સના એકશન પ્લાનના લક્ષ્યાંકો તથા તે પૂર્ણ કરવાની સમય મર્યાદા આપવામાં આવેલ છે. જેમાં રાજ્યમાં ડીજીટલ પેમેન્ટ તથા રીસીપ્ટસ વ્યાપ વધે, તેમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તેમજ તે સંબંધે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ડીજીટલ પેમેન્ટ ટેકનિકલ સેલની રચના કરવાની બાબતનો સમાવેશ થયેલ હતો.

વિચારણાને અંતે હિસાબ અને તિજોરી નિયામકની કચેરી હેઠળ ડીજીટલ પેમેન્ટ ટેકનિકલ સેલની રચના કરવામાં આવે છે.

(1:10 pm IST)