Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ફતેહવાડીમાં ફાર્મહાઉસમાં દરોડો : 18 લાખના દારુના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયા

રૂ.18,14,400ના દારૂ, વાહનો તથા મોબાઇલ મળીને કુલ રૂ.20,91,400નો મુદ્દામાલ કબજે

અમદાવાદ:: અમદાવાદ  ગ્રામ્ય પોલીસે ફતેહવાડીમાંથી 18 લાખના દારુના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે ફતેહવાડી પાસેના ફાર્મમાં દારુની હોવાની બાતમી મળતા રેડ કરી હતી. આ રેડમાં પોલીસે લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. તહેવારમાં બૂટલેગર દ્વારા દારૂનો સ્ટોક કરીને મોટી કિમતે વેંચતા હોય છે. હાલ પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડીને મુખ્ય સૂત્રધારને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે.

અમદાવાદ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે, વીસલપુર ગામની સીમમાં ફતેવાડી કેનાલની બાજુમાં રામચંન્દ્રસિંહ ચૌહાણના કબ્જાવાળી જમીનમાં જય અંબે ફાર્મ નામની જગ્યામાં અન્ય બીજા ઇસમોની મદદથી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર-1, સુપ્રીરીયર વ્હીસ્કીની નાની-મોટી 8856 બોટલો તથા 378 નંગ પેટી મળી હતી. જેની કિંમત રૂ.18,14,400 જેટલી થાય છે. તથા ગુનો કરવા માટે ઉપયોગ લીધેલ વાહનો તથા મોબાઇલ મળીને કુલ રૂ.20,91,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(10:19 pm IST)