Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તરફ વધારાની બસો દોડાવાશે

તહેવારોમાં રોજ લાખથી વધારે લોકો કરે છે મુસાફરી : વડોદરા એસટી વિભાગે મુસાફરોનો ધસારો જોતા ૪૦૦થી પણ વધારે બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે

વડોદરા, તા. : દિવાળીનો તહેવાર આવતા લોકો પોતાના વતન ફરવા જતા હોય છે. જેથી એસટી, પ્રાઈવેટ ટ્રાવેલ્સ અને રેલવે સહિતના પરિવહનના સાધનોમાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. ત્યારે વડોદરામાં પણ દિવાળીના તહેવારોને પગલે મુસાફરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જોતાં વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે.

વડોદરા એસટી વિભાગે મુસાફરોનો ધસારો જોતા દિવાળીના તહેવારોમાં બસો વધારવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે દિવાળીના તહેવારોમાં વડોદરા એસટી વિભાગ કુલ ૪૦૦ થી પણ વધારે બસો દોડાવશે. દિવાળીના તહેવારોમાં લોકોને અવરજવરમાં અનુકૂળતા રહે તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

દિવાળીના પર્વ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને ગોધરા, દાહોદ તરફ વધારાની બસો દોડાવવામાં આવશે. વડોદરા એસટી વિભાગ દ્વારા દિવાળી વેકેશન દરમિયાન બસના તમામ રૂ ઉપર ૪૦૫ બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જ્યારે સુરત તરફ પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા એસટી વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિડેન્ડેન્ટ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વધુ ૪૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી અને પાવાગઢ જેવા યાત્રાધામો માટે પંચમહાલ જિલ્લા એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં ૬૦થી ૬૫ લોકો મુસાફરો મુસાફરી કરી કરે છે.

દિવાળીના તહેવારોમાં રોજ ૯૦ હજારથી લાખ લોકો મુસાફરી કરે છે. વતનમાં જવા માટે ધસારો શરૂ થઇ ગયો હતો. દિવાળીને ધ્યાને લઇને પ્રતિ વર્ષ મુજબ વર્ષે પણ એસટી બસોમાં વધારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા એસટી વિભાગમાં આવતા પાદરા, કરજણ, ડભોઇ, છોટાઉદેપુર, બોડેલી અને વાઘોડિયા એસટી ડેપોમાંથી - બસો મંગાવી લેવામાં આવી છે. જો વધુ બસોની જરૂરીયાત ઉભી થશે તો, સ્કૂલો-કોલેજોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થી ટ્રીપોની બસો પણ ઉપયોગમાં લેવામાં આવશે. વડોદરા એસટી વિભાગ દ્વારા દિવાળી વેકેશન દરમિયાન બસના તમામ રૂ ઉપર ૪૦૫ બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

(9:34 pm IST)