Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પેટાચૂંટણીને લઇને દીવ-દમણ-દા.ન.હ.માં જાહેરનામું 3 દિવસ સુધી દારૂના વેચાણ - ઉત્પાદન પર પ્રતિબંધ

તમામ બિયર બાર અને વાઇન શોપને બંધ કરી દેવાયા.

અમદાવાદ : રાજ્યની 8 બેઠકો પરની પેટાચૂંટણીને લઈને સંઘપ્રદેશ દમણમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રદેશના એકસાઇઝ વિભાગે ત્રણ દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે. મતદાનના ૪૮ કલાક અગાઉ જ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ૧ નવેમ્બરના સાંજે ૬ વાગ્યાથી પ્રદેશના તમામ બિયર બાર અને વાઇન શોપને બંધ કરી દેવાયા છે.

(10:10 pm IST)