Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજ્યની તમામ કોલેજોને ફાયર વિભાગની એનઓસી બે દિવસમાં આપવા શિક્ષણ વિભાગની તાકીદ કરાઈ

જાહેર હિતની દાખલ થયેલી અરજીમાં ૪, નવેમ્બરે સુનાવણીમાં સરકારે જવાબ આપવાનો છે

અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલ-કોલેજોમાં ફાયર એનઓસી અંગે જાહેર હિતની દાખલ થયેલી અરજીમાં ૪, નવેમ્બરે સુનાવણીમાં સરકારે જવાબ આપવાનો છે. જેથી શિક્ષણ વિભાગે રાજ્યની તમામ કોલેજોને તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લેવા અને તેની વિગતો બે દિવસમાં મોકલી આપવા આદેશ કરતા કોલેજ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. શુક્રવાર, શનિવાર, રવિવારની રજા ગયા બાદ આવતીકાલે ઉઘડતા સપ્તાહથી સંચાલકોને એનઓસી માટે દોડધામ કરવી પડશે.શિક્ષણ વિભાગે તા.૨૭-૧૦ના રોજ તમામ કોલેજોને પરિપત્ર કરીને તાકીદ કરી છે કે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે. જે અન્વયે ફાયર એનઓસીની વિગતો હાઈકોર્ટમાં તા.૪-૧૧ની મુદતે રજૂ કરવાની છે. જેથી સરકારી-ખાનગી કોલેજો તથા શાળાઓને ફાયર એનઓસી મેળવી લેવા તથા એનઓસીની વિગતો બે દિવસમાં સોફ્ટ કોપીમાં આપવી.વાસ્તવમાં સાત વર્ષ પહેલાં યુજીસી, એમસીઆઈ અને એઆઈસીટીઈએ તમામ કોલેજો માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવ્યું હતું. તેનું આજ સુધી કઈ કોલેજે પાલન કર્યું, કોણે ના કર્યું તેની વિગત શિક્ષણ વિભાગ પાસે પણ નથી. હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ તેના પગલે વિભાગે તાબડતોબ તમામ કોલેજોને એનઓસી આપવા તાકીદ કરી છે.રાજ્યમાં ૭૨ યુનિવર્સિટી અને ૨,૫૪૪ કોલેજો છે. આટલી કોલેજોમાં ફાયર એનઓસી છે કે નહીં ? હોય તો રિન્યૂ કર્યું છે કે નહીં ? હવે ૪ નવેમ્બર પહેલાં ફાયર એનઓસી મેળવવાની છે

(8:33 pm IST)