Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : હાંફી ગયો : વધુ 1004 દર્દીઓ સાજા થયા : નવા 875 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1,74,679 થયો :કુલ 1,58,251 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 4 લોકોના મોત : મૃત્યુઆંક 3728 થયો

સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 49, વડોદરામાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 36, પાટણમાં 23, જામનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 18, ભરૂચમાં 16, પંચમહાલમા 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો જાય છે છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખમ્મા વધારો થાઈ છે આજે રાજ્યમાં  કોરોનાંથી વધુ 1004 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 875 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ  4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12, 642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  બનાસકાંઠામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 લોકોનાં કરૂણ મોત થયા હતા.

સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156,  વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 49,  વડોદરામાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 36, પાટણમાં 23, જામનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 18, ભરૂચમાં 16, પંચમહાલમા 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1004 દર્દી સાજા થયા હતા અને 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,536 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,432 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે

(7:26 pm IST)