Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અરવલ્લી એલસીબીએ શેવરોલેટ કારમાંથી ૯૧ હજારના વિદેશી દારૂ સાથે એક પરપ્રાંતિય ખેપીયાને ઝડપી લીધો

પરપ્રાંતિય ખેપીયો દિનેશભાઈ આશુરામ મેવાડાની ધરપકડ

અરવલ્લી જીલ્લાના પોલીસ તંત્રએ દેશી વિદેશી દારૂની રેલમછેલ રોકવા કમર કસી છે. રોજે રોજ જીલ્લા માં વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો જારી રહ્યો છે. ટોલટેક્સ પરની પોલીસને ચકમો આપીને મોડાસા રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પ્રવેશેલા એક પરપ્રાંતિય શેવરોલેટ કારચાલક ખેપીયાને વિદેશી દારૂની ૧૯ પેટીઓ સાથે ૯૧,૨૦૦ ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

 પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને સ્ટાફના માણસો અનિલકુમાર અંબાલાલ, ઈમરાનખાન નજામીયાં વિગેરે આજરોજ મોડાસા રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે, રાજસ્થાન તરફથી એક શેવરોલેટ કાર ટોલટેક્સ કર્મચારીઓને ચકમો આપીને આવી પહોંચતાં તેને રોકી ઝડતી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ. ૧૯. ક્વાર્ટરીયા /પાઉચ નંગ. ૯૧૨. કિંમત રૂપિયા ૯૧,૨૦૦ કારની કિંમત રૂપિયા ૨, ૦૦, ૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨,૯૧,૨૦૦ એક પરપ્રાંતિય ખેપીયો દિનેશભાઈ આશુરામ મેવાડાની ધરપકડ કરી મોડાસા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:51 pm IST)