Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મોડાસા નજીક નશાબાજ પતિએ પત્ની સાથે ઝઘડો કરી આગ ચાંપી દેતા નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

મોડાસા:તાલુકાના કાબોલા ગામે દારૂડીયા પતિ એ પત્નિ પાસે મોબાઈલ માંગ્યો હતો.પત્નિ એ મોબાઈલ વેચી પતિ દારૂ પી જશે એ બીકે મોબાઈલ આપવાની ધરાર ના પાડી દીધી હતી.આ દારૂડીયા પતિએ ગમે તેમ કરી દારૂ ઢેંચી ઘરે આવી પત્નિ સાથે ઝઘડો કર્યો હતો.અને જયારે બે માસની જુડવા દીકરીઓ,દીકરા સહિત ત્રણ સંતાનો સાથે તેની પત્નિ ઘરમાં હતી.તેજ સમયે આ નશામાં ચકચૂર પતિ એ ઘરને આગ લગાડી દેતાં હાહાકાર મચ્યો હતા.આગમાં સળગતા ઘરમાંથી ત્રણ બાળકો સહિત મહિલા એ ભારે પ્રયાશો બાદ હેમખેમ બચી પાડોશીના ઘરે આશરો લીધો હતો.૫તિના અમાનુષી ત્રાસથી માંડ બચેલી પત્નિએ અભયમ્ ટીમ ૧૮૧ ને ફોન કરી જાણ કરતાં તાબડતોડ કાઉન્સીલર શિલ્પા ગામેતી કોન્સ્ટેબલ પીન્ટુ મકવાણા અને પાયલોટ વિક્રમસિંહ સહિતની ટીમ કાબોલા ગામે પહોંચી હતી.અને સદનસીબે બચી ગયેલ પત્નિ અને તેના ત્રણ બાળકોને પીયરપક્ષ ને સુપ્રત કર્યા હતા.જયારે દારૂ ઢેંચી આ ત્રાસદાયક કૃત્ય કરનાર પતિને પોલીસે હવાલે કરી દેવાયો હતો.

(5:01 pm IST)