Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વડોદરા નજીક ગામે ચાર સંતાનની માતા પર નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:ચાર સંતાનોની માતા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની ઘટનાના પગલે ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીકના ગામમાં ૪૫ વર્ષની મહિલા તા.૨૮મીની સવારે સોખડા ગામે રામ ટેકરા પાસેથી પસાર થતી હતી ત્યારે ગામમા રહેતો પુનમ  ભાઇલાલ રાઠોડિયા નામનો ૩૫ વર્ષના યુવાને નજીક આવી  સવારની એકલતાનો લાભ લઇને મહિલા સાથે શારીરિક છેડછાડ કરી હતી. પુનમની  આ હરકતો તેની પત્ની જોઇ જતા પુનમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જો કે ૪૫ વર્ષની મહિલાએ સમજાવતા બંને ઝઘડતા બંધ થયા હતાં.

(4:56 pm IST)