Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વડોદરાના વાસણા ગામે પરિણીતાને દહેજ મામલે અવારનવાર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના વાસણા ગામ રામદેવમાં રહેતી મનીષા નામની યુવતીના લગ્ન વર્ષ 2018માં ધન્યાવી ચોકડી લક્ષ્મીરામમાં રહેતા મિતેશ મુકેશભાઈ ગોહિલ સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીમાં રહેવા આવેલી પરિણીતાને દહેજ બાબતે અવાર-નવાર સાસરિયાઓ દ્વારા મેણા ટોણા મારવામાં આવતા હતા કે તું દહેજ માં કશું લાવી  નથી અને તેની સાસુ કહેતી હતી કે તારે નોકરી કરવી પડશે અને તારી નોકરીનો પગાર અમને આપી દેવો પડશે ત્યારબાદ મનીષાએ કોસ્મેટિકની દુકાનમાં નોકરી શરૂ કરી હતી.

ગત 18મી ફેબ્રુઆરીએ નોકરીનો પગાર થવાનો હોય મનીષા નો પતિ અને મનીષા બંને દુકાને પગાર લેવા ગયા હતા. પગાર લઈને ઘરે આવ્યા બાદ તુ દહેજમાં કંઈ લાવી નથી તેથી તારે તારો પગાર અમને આપી દેવો પડશે તેમ કહી સાસુ-સસરા અને પતિ એ ઝઘડો કર્યો હતો અને પતિએ તેને માર માર્યો હતો. બનાવ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(4:55 pm IST)